BREAKING NEWS

સિગારેટ છોડી દેવી જોઈએ: જ્યોર્જિયા મેલોનીને તુર્કીના પ્રમુખે આપી સલાહ

  • October 14, 2025 10:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ઇજિપ્તના શર્મ અલ-શેખ શહેરમાં સોમવારે ગાઝા યુદ્ધને સમાપ્ત કરવા માટે આયોજિત આંતરરાષ્ટ્રીય શાંતિ સંમેલનમાં અનેક વૈશ્વિક નેતાઓ એકઠા થયા હતા. આ ઉચ્ચસ્તરીય મુલાકાતનો મુખ્ય હેતુ ગાઝામાં સંઘર્ષ સમાપ્ત કરી ક્ષેત્રમાં કાયમી શાંતિનો માર્ગ શોધવાનો હતો. સંમેલન દરમિયાન, એર્દોગન ખૂબ સક્રિય રહ્યા, તેમણે અનેક નેતાઓ સાથે દ્વિપક્ષીય વાર્તાલાપ કર્યો અને મજાક દ્વારા વાતાવરણ હળવું કર્યું. આ ઉપરાંત એર્દોગને ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને પણ હસી-મજાકમાં સ્મોકિંગ છોડવાની સલાહ આપી. સંમેલન દરમિયાન એક હળવી પળમાં, એર્દોગને મેલોનીને મજાકમાં કહ્યું, 'તમે ખૂબ સારા લાગી રહ્યા છો, પણ મારે તમારું સ્મોકિંગ છોડાવવું પડશે.' આ વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. નજીક ઉભેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોંએ હસતાં હસતાં કહ્યું, 'આ અશક્ય છે.' જવાબમાં મેલોની હસીને બોલ્યાં, 'મને ખબર છે… પણ જો મેં સ્મોકિંગ છોડી દીધું તો હું કદાચ ઓછી સામાજિક થઈ જઈશ, હું કોઈને મારવા નથી માંગતી.' રિપોર્ટ્સ મુજબ, એર્દોગને મજાકમાં એમ પણ કહ્યું કે, 'તુર્કી 'સ્મોક-ફ્રી ફ્યુચર' એટલે કે ધૂમ્રપાન-મુક્ત ભવિષ્યની દિશામાં કામ કરી રહ્યું છે, તેથી હું જ્યાં પણ જઉં છું લોકોને સિગારેટ છોડવા માટે પ્રરિત કરુ છુ.'



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application