સ્વ. હેમતભાઈ રામભાઈ માડમ મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા જોડીયા ખાતે પ્રતિવર્ષ મુજબ આયોજન
જોડીયા તાલુકામાં બોર્ડના વિધાર્થીઓ માટે ભોજન અંગેની કોઈ વ્યવસ્થા ન હોવાથી સ્વ.હેમતભાઈ રામભાઈ માડમ મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા સને : ૨૦૧૦ થી સતત જોડીયા ખાતે બોર્ડના પરીક્ષાર્થીઓની ભોજન વ્યવસ્થા કરવામાં આવે છે. તે મુજબ ચાલુ સાલે પણ તા.૨૭/૦૨/૨૦૨૫ થી શરૂ થતી ધો. ૧૦ ની બોર્ડની પરીક્ષા સમયે જોડીયાના પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા આપતા તમામ પરીક્ષાર્થીઓ, વાલીઓ, પરીક્ષાર્થીઓના વાહન ચાલકો, પરીક્ષા વ્યવસ્થાના તમામ શાળાઓના શૈક્ષણિક સ્ટાફ સહિત દરરોજ ૫૦૦ થી વધુ લોકો માટેની ભોજન વ્યવસ્થા તા.૨૭/૦૨/૨૦૨૫ થી પરીક્ષાર્થીઓના પેપરના દિવસોમાં લોહાણા મહાજન વાડી-જોડીયા ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે. તે માટે ટ્રસ્ટના પ્રમુખશ્રી પૂનમબેન માડમના સૌજન્યથી ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ વ્યવસ્થા સંકલન પ્રવિણભાઈ માણેક કરી રહ્યા છે. આ ભોજન વ્યવસ્થાનો લાભ લેવા પરીક્ષાર્થીઓ સહિત સૌ લગતને ટ્રસ્ટના પ્રમુખશ્રી પૂનમબેન માડમએ અનુરોધ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech