આયર્લેન્ડમાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓની કાર ઝાડ સાથે અથડાઈ પડી હતી. આ ભયાનક અકસ્માતમાં બે વિદ્યાર્થીઓના મોત થયા હતા અને બે ઘાયલ થયા હતા જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દૂતાવાસે ભારતીય વિદ્યાર્થીઓના મૃત્યુ પર દુ:ખ વ્યક્ત કર્યું છે. આ અકસ્માતની તસવીરો સોશિયલ મીડિયા પર પણ સામે આવી હતી, જેની સ્થાનિક પોલીસે નિંદા કરી હતી. તેમના અંતિમ સંસ્કાર માટે 25,000 યુરોથી વધુ ભંડોળ એકત્ર કરવામાં આવ્યું છે.
દક્ષિણ આયર્લેન્ડના કાઉન્ટી કાર્લોમાં આ અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં માયર્િ ગયેલા વિદ્યાર્થીઓની ઓળખ ચેરકુરી સુરેશ ચૌધરી અને ચતુરી ભાર્ગવ તરીકે થઈ છે.શુક્રવારે સવારે સ્થાનિક ગાડર્ઈિ (પોલીસ) અને કટોકટી સેવાઓએ અકસ્માત સ્થળે તેમના મૃત્યુની પુષ્ટિ કરી. કાર્લો ગાડર્િ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એન્થોની ફેરેલે જણાવ્યું હતું કે: એક કાળી ઓડી એ6 કાર કાર્લો શહેર તરફ જઈ રહી હતી ત્યારે તેણે રસ્તા પરથી નીચે ઉતરી ગઈ હતી અને ગ્રેગુએન્સપિડોઝ ખાતે એક ઝાડ સાથે અથડાઈ પડી હતી ડબલિન સ્થિત ભારતીય દૂતાવાસે પણ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે.
બીજી તરફ, કારમાં બેઠેલા અન્ય બે વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાં એક યુવક અને એક યુવતી છે, જેમની ઉંમર 20 વર્ષ હોવાનું કહેવાય છે. તેમને સેન્ટ લ્યુક્સ જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ’ધ આઇરિશ ટાઇમ્સ’ અનુસાર, ચારેય મિત્રો સ્થાનિક વિસ્તારમાં એક જ ઘરમાં રહેતા હતા અને તાજેતરમાં જ સાઉથ ઇસ્ટ ટેક્નોલોજીકલ યુનિવર્સિટી, કાર્લોમાંથી ત્રીજા સેમેસ્ટરનું શિક્ષણ પૂર્ણ કર્યું હતું. આમાંથી એક વિદ્યાર્થી સ્થાનિક દવા કંપ્ની એમએસડી માં કામ કરતો હતો. તેમના અંતિમ સંસ્કાર ખર્ચ અને અન્ય ખર્ચ માટે ભંડોળ ઊભું કરવા માટે 24 કલાકમાં 25,000 યુરોથી વધુ રકમ એકત્ર કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech