રાજકોટ શહેરના કુવાડવા રોડ પર ડી-માર્ટ પાછળ આવેલી શહિદ ઉધમસિંહ ટાઉનશીપના સી-વિંગમાં સોમવારે પાંચમા માળેથી બે વર્ષની માસુમ બાળકી નીચે પટકાતા કરુણ મોત નીપજ્યું હતું. બાળકી માતા સાથે નાના-નાનીના ઘરે રહેતી હોય અને ઉપરના માળે રહેતા પરિવારની દીકરી સાથે રમવા ગઈ હતી ત્યારે ઘટના ઘટી હતી. બનાવ બન્યો એ દિવસથી જ કેટલીક શંકાઓ પોલીસ અને પરિવારને જણાઈ રહી હતી કારણ કે, બાળકી જે જગ્યાથી નીચે પટકાઈ હતી એ દીવાલ ચાર ફૂટ જેટલી ઉંચી હોવાથી બાળકી ત્યાં ચડી ન શકે આથી કોઈએ ઉંચકીને જ નીચે ફેંકી દીધી હોવાની દ્રઢ શંકાના આધારે પોલીસે જુદી જુદી દિશામાં તપાસ હાથ પોલીસ દ્વારા આજે સવારથી જ પડોશીઓ, બાળકીની માતા, તેના પિતા સહિતની ઊંડાણપૂર્વકની પુછપરછ કરી ભેદ ઉકેલવા માટેની કળીઓ જોડવામાં આવી રહી છે.
બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ કુવાડવા રોડ ડી માર્ટ પાછળ સી-વિંગમાં પાંચમા માળે ફલેટ નં. ૫૦૪માં રહેતાં જગદીશભાઈ બાબુભાઈ પરસોડાની વધી વર્ષની દોહીત્રી સ્નેહલ સંજયભાઈ સાકરીયાનું પાંચમા માળેથી નીચે પટકાતાં ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત થયું હતું. બનાવના પગલે બાળકી જ્યાંથી નીચે પડી તે જગ્યાએ ચારેક ફુટ જેવી ઉંચી દિવાલ છે, આ દિવાલ પર માસુમ બાળકી કોઇ કાળે જાતે ચડી શકે નહિ. આ જોતાં તેણીને કોઇએ ઉંચકીને ફેંકી દીધાની દ્રઢ શંકા નાના જગદીશભાઇએ દર્શાવી હતી આ ઉપરાંત એવું પણ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલ્સ સમયથી અમારી વિંગમાં કોઈ વિકૃત વ્યક્તિ સુકવેલા કપડાં અને ઘરની બહાર રાખેલા ચપ્પલ બધું ઉપાડીને બાજુના પ્લોટમાં નાખી દે છે, આ બનાવ બન્યો તેની પહેલા પણ પડોશીના છોડના કુંડા કોઈએ નીચે ફેંકી દીધા હતા. આમ જુદી જુદી શંકાઓના આધારે બી-ડિવીઝન પોલીસ, એલસીબી અને ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં આજે બપોરે સુધી કોઈ આરોપી સુધી પહોંચી શકી નથી. હાલ પોલીસે મૃતક બાળકીના માતા પિતા ટાઉનશિપમાં રહેતા અન્ય લોકોની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ શરૂ કરી નિવેદનો નોંધ્યા છે. જો કે પોલીસને કોઈ અંગત વ્યક્તિ કે પડોશી હોવાનું જણાતું હોય તે અંગે પણ કળીઓ મેળવાઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application