કુલ ૧.૧૯ લાખનો મુદામાલ કબ્જે : દિ.પ્લોટમાં ૧૯ બોટલ કબ્જે, શખ્સ ફરાર
જામનગરના દિગ્જામ સર્કલ નજીક બાવરીવાસ પાસે એલસીબીની ટુકડીએ એક વિધાર્થી સહિત બે ને ઇંગ્લીશ દારૂની ૧૮ બોટલ, મોબાઇલ અને મોટરસાયકલ મળી ૧.૧૯ લાખના મુદામાલ સાથે પકડી લીધા હતા. જયારે દિ.પ્લોટ ૫૮ વિસ્તારમાં દારૂની ૧૯ બોટલ કબ્જે કરવામાં આવી હતી જયારે આરોપી ફરાર થઇ ગયો હતો.
એસપી પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ લગારીયા અને સ્ટાફ દ્વારા દારૂ-જુગારના કેશો શોધી કાઢવા તપાસ કરવામાં આવી રહી હતી, દરમ્યાન એલસીબીના મયુદીનભાઇ, અરજણભાઇ અને ધર્મેન્દ્રસિંહને મળેલ બાતમી આૂધારે જામનગર શહેરના દિગ્જામ સર્કલ પાસે ખેતીવાડી, ખુલ્લા ફાટક નજીક બાવરીવાસ પાસેથી દિ.પ્લોટ ૫૫માં રહેતા અભ્યાસ કરતા ભાવિક ઉર્ફે છાબો વિનોદ ભદ્રા નામના શખ્સ અને બાવરીવાસ ખાતે રહેતા દિપુ કમલ વઢીયાર નામના શખ્સને ઇંગ્લીશ દારૂની ૧૮ બોટલ, બે મોબાઇલ અને જયુપીટર મોટરસાયકલ મળી કુલ ૧.૧૯.૭૩૨ના મુદામાલ સાથે દબોચી લીધા હતા. દારૂનો જથ્થો હિંગળાજ ચોકમાં રહેતા સંજય ઉર્ફે સંજુબેના ભદ્રાની પાસેથી લઇ આવ્યાનું જણાવ્યુ હતું ત્રણેયની વિરુઘ્ધ પ્રોહબીબીશન મુજબ ફરીયાદ કરવામાં આવી હતી.
આ ઉપરાંત એલસીબીની ટુકડી શહેરના દિ.પ્લોટ ૫૮માં રહેતા ચિરાગ વિજય કટારમલના રહેણાંક મકાને દરોડો પાડયો હતો જયાં ઇંગ્લીશ દારૂની ૧૯ બોટલ મળી આવી હતી. જયારે આરોપી ફરાર થઇ ગયો હતો. જેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.