વલ્લભીપુરના નવાગામ નજીકથી ટ્રકમાં બનાવેલ ચોર ખાનામાંથી વિદેશી દારૂની નાની-મોટી ૨૨૮૨બોટલ કિ.રૂ.૧૦,૪૬,૩૨૦ ના જથ્થા સહિત કુલ કિં.રૂ.૧૫,૫૬,૩૨૦ના મુદ્દામાલ સાથે બે શખ્સોને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા હતા.
પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ અને પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. એ.આર.વાળા તેમજ એલ.સી.બી સ્ટાફનાં અધિકારી-માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં આગામી દિવાળીના તહેવાર સબબ ભાવનગર જિલ્લામાં લાવવામાં આવતાં ઇંગ્લીશ દારૂ, જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
જે સૂચના મુજબ ભાવનગર એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન બાતમી મળેલ કે, એક ટાટા કંપનીનો ઝઅઝઅ ૧૧૦૯ ટ્રક નંબર-ૠઉં-૦૬-ડડ-૫૩૨૬ બરવાળા તરફથી વલ્લભીપુર તરફ આવી રહેલ છે., અને તે ટ્રકમાં ચોર ખાનુ બનાવી તેમા વિદેશી દારૂ ભરેલ છે.
જે બાતમી આધારે નવાગામ ઢાળ અયોધ્યાપુરમ પાસે વોચમાં રહેતાં
બાતમી મુજબનો ટ્રક આવતા તેને અટકાવી તલાશી લેતા ટ્રકમાં ભરેલ વિદેશી દારૂનો જથ્થો મળી આવતા ટ્રકમાં બેસેલા ભગીરથસિંહ ગજુભા ગોહિલ (ઉ.વ.૨૯ ધંધો-ખેતી રહે.હીર ઓમ સ્કુલની બાજુમાં, ગંગાજળીયા ટાંકી પાસે, વલ્લભીપુર જી.ભાવનગર)અને વિરેન્દ્રસિંહ ઉર્ફે ભોલો વનરાજસિંહ ગોહિલ (ઉ.વ.૩૧ ધંધો-ખેતી રહે.સાદાણી પાટી, પરા વિસ્તાર, પચ્છેગામ તા.વલ્લભીપુર જી.ભાવનગર)ની ધરપકડ કરી પૂછતાછ હાથ ધરતા અનિલ (રહે.સેલવાસ)
તેમજ જીતુ ઢીલા (રહે.નેસડા તા.શિહોર જી.ભાવનગર)ના નામો ખુલતા બેગપાઇપર ડિલક્સ વ્હીસ્કી ૭૫૦ ખક બોટલ નંગ-૪૪૪ કિ.રૂ.૪,૮૮,૪૦૦, રોયલ સ્ટેગ ક્લાસીક વ્હીસ્કી ૭૫૦ ખક બોટલ નંગ-૭૨ કિ.રૂ.૯૩,૬૦૦, ઓલ્ડ મોંક ડિલક્સ રમ ડડડ ૭૫૦ ખક બોટલ નંગ-૩૬ કિ.રૂ.૪૬,૮૦૦, આઇકોનિક વ્હાઇટ ફાયનેસ્ટ ઇન્ટરનેશનલ ગ્રેઇન વ્હીસ્કી ૭૫૦ ખક બોટલ નંગ-૧૬૨ કિ.રૂ.૪૮,૬૦૦, ઓલ્ડ મોંક ડિલક્સ રમ ડડડ ૧૮૦ ખક બોટલ નંગ-૧૦૯૬ કિ.રૂ.૩,૨૮,૮૦૦, આઇકોનિક વ્હાઇટ ફાયનેસ્ટ ઇન્ટરનેશનલ ગ્રેઇન વ્હીસ્કી ૧૮૦ ખક બોટલ નંગ-૪૭૨ કિ.રૂ.૪૦,૧૨૦, ટાટા ટ્રક નંબર-ૠઉં-૦૬-ડડ-૫૩૨૬ કિ.રૂ.૫,૦૦,૦૦૦ તેમજ
મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ.૧૦,૦૦૦ મળી કુલ રૂ.૧૫,૫૬,૩૨૦નો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે વલ્લભીપુર પોલીસ મથકમાં પ્રોહીબીશન હેઠળ ગુન્હો દાખલ કરાવી ફરાર બન્ને શખ્સોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ. પી.ડી.ઝાલા તથા એલ.સી.બી. સ્ટાફના જયદાનભાઇ લાંગાવદરા, બીજલભાઇ કરમટીયા, વનરાજભાઇ ખુમાણ, ેવલભાઇ સાંગા, ફાલ્ગુનસિંહ ગોહિલ, શૈલેષભાઇ ચાવડા, એજાજખાન પઠાણ તેમજ પ્રજ્ઞેશભાઇ પંડયા સહિતના જોડાયા હતા.