BREAKING NEWS

ઢોલરા પાસે પત્ની પત્નીનું અપહરણ કરી છરી વડે ખૂની હુમલો કરનાર પતિ સહિત બે ઝડપાયા

  • January 19, 2026 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ઢોલરા પાસે પગપાળા જતી પરિણીતા પર ગાડી ચડાવવાનો પ્રયાસ કરી બાદમાં તેનું કારમાં અપહરણ કરીકારમાં અપહરણ કરી છરીનો ઘા ઝીંકી દઇ હત્યાનો પ્રયાસ કર્યો હતો. ઇજાગ્રત પરિણીતાને સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ અંગે પરિણીતાની ફરિયાદ પરથી શાપર પોલીસે તેણીના પતિ સહિત બે શખસો સામે હત્યાનો પ્રયાસ, અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. દરમિયાન પોલીસે પરિણીતાના પતિ સહિત બંને આરોપીને ઝડપી લઇ તેની પાસેથી કાર અને છરી સહિત રૂ.૫.૧૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.



રાજકોટમાં ભગવતીપરા વિસ્તારમાં સુખસાગર સોસાયટી શેરી નંબર-૧ માં રહેતા સવિતાબેન પ્રતાપપુરી ગૌસ્વામી (48) દ્વારા શાપર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે સુખસાગર સોસાયટીમાં રહેતા પતિ માવજી વેલાભાઈ રોશિયા તથા તેની સાથેના એક અજાણ્યા શખસનું નામ આપ્યું હતું.


પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, છેલ્લા બે મહિનાથી પતિ માવજી ઘરના કોઈના કોઈ બહાને ફરિયાદી સાથે તથા તેના સંતાનો સાથે કજીયો અને માથાકૂટ કરતો હતો અને અવારનવાર મારી નાખવાની ધમકી આપતો હતો. જેથી કંટાળી ફરિયાદી છેલ્લા સાતેક દિવસથી શાપર ઢોલરા મેઇન રોડ પર રહેતા તેના પુત્ર પ્રહલાદની સાથે રહેવા આવી ગયા હતા. દરમિયાન તા.૧૬/૧ બપોરના સમયે સવિતાબેન ચાલીને ભગવતીપરા ખાતે પોતાના મકાને પગપાળા જવા માટે નીકળ્યા હતા. દરમિયાન ઢોલરા રોડ પર ચાલીને જતા હતા ત્યારે અહીં શાપર તરફથી એક ગ્રે કલરની ક્રેટા કાર નંબર જીજે 37 બી 9121 પુરપાટ ઝડપે તેમની પાસે ધસી આવી હતી અને તેમના પર ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કરતા મહિલા ભાગવા જતા પડી ગયા હતા. બાદમાં ગાડીમાંથી તેનો પતિ માવજી તથા એક અજાણ્યો શખસ નીચે ઉતર્યો હતો અને પતિએ કહ્યું હતું કે, આજે તો તને પતાવી જ દેવો છે એમ કહી બંને બળજબરીથી ક્રેટા કારમાં બેસાડી ગાડી લોક કરી દીધી હતી. બાદમાં ગાડી ફરિયાદીનો પતિ ચલાવતો હતો કહેતો હતો કે આજે તો તને પતાવી જ દેવી છે તેમ કહી ગાડી અલગ અલગ જગ્યાએ લઈ જઇ ચાલુ ગાડીએ રોડ પર તેણે છરી વડે હુમલો કરી જોરદાર ઘા માર્યો હતો. આ અંગે પરિણીતાની ફરિયાદ પરથી પોલીસે અપહરણ અને હત્યાની પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.


બનવાને લઇ ગોંડલ ડીવાયએસપી કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ શાપર વેરાવળ પોલીસ મથકના પીઆઇ આર.બી.રાણાની રાહબરીમાં અલગ અલગ ચાર ટીમો બનાવી આરોપી મહેશપુરી વેલપુરી ગોસ્વામી(ઉ.વ. ૪૫ રહે. ભગવતીપરા,રાજકોટ) અને જાફર સલીમભાઇ અબડા(ઉ.વ. ૨૩ રહે. ભગવતીપરા) ને ઝડપી લઇ તેની પાસેથી ક્રેટા કાર, મોબાઇલ અને છરી સહિત રૂ.૫.૧૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ કામગીરીમાં શાપર વેરાવળ પોલીસ મથકના પીઆઇ આર.બી.રાણાની રાહબરીમાં પીએસઆઇ વી.જી.જેઠવા, એએસઆઇ ક્રિપાલસિંહ રાણા, હેડ કોન્સ. મહેન્દ્રભાઇ ધાધલ, જગદીશભાઇ ઝાલા, દિનેશભાઇ ખાટરીયા, અજયભાઇ ખટાણા, કોન્સ. લખધીરસિંહ, રાજદિપસિંહ, અલ્પેશભાઇ, દિવ્યેશભાઇ, મનસુખભાઇ અને વિમલભાઇ સાથે રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application