58 હજારનો મુદામાલ કબ્જે : મસીતીયા રોડ પર પાંચ પત્તાપ્રેમી પકડાયા
જામનગર શહેરના નાગેશ્ર્વર સ્મશાનની બાજુની ગલીમાં ઘોડીપાસાનો જુગાર રમતા 2 શખ્સોને પોલીસે રોકડ અને મોબાઇલ સાથે પકડી લીધા હતા જયારે 4 શખ્સો નાશી છુટયા હતા. આ ઉપરાંત મસીતીયા રોડ પર સ્ટ્રીટ લાઇટના અંજવાળે તિનપતીનો જુગાર રમતા પાંચ પત્તાપ્રેમી પોલીસની પકકડમાં આવ્યા હતા.
એલસીબી પીઆઇ લગારીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ મોરી અને પટેલ તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે એલસીબીના ક્રિપાલસિંહ, મયુદીનભાઇ, ધર્મેન્દ્રસિંહને હકીકત મળેલ કે નાગેશ્ર્વર સ્મશાનની બાજુની ગલીમાં ઘોડીપાસાનો જુગાર રમાય છે આથી દરોડો પાડી જુગાર રમતા પવનચકકી ઢાળીયે રહેતા ઉમંગ પ્રકાશ ફલીયા, રબ્બાનીપાર્કમાં રહેતા તૌસીફ સલીમ કુરેશી નામના બે શખ્સને પકડી લીધા હતા.
23700ની રોકડ, 3 મોબાઇલ, 1 બાઇક મળી કુલ 58700નો મુદામાલ જપ્ત કર્યો હતો જયારે દરોડા વખતે મહેશ્ર્વરી વાસનો નિતીન દેવશી પરમાર, નાગેશ્ર્વરનો લાલજી મનસુખ મકવાણા, ધોરમ ફળીમાં રહેતા હસમુખ મનહર પરમાર અને રોહિત નામના ઇસમો રફુચકકર થઇ ગયા હતા જેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. અન્ય દરોડામાં મસીતીયા રોડ પર જાહેરમાં તિનપતીનો જુગાર રમતા દરેડ ખોલીમાં રહેતા મુળ યુપીના બોબી બલુ ચૌહાણ, રહીશ રશીદ અબ્બાસી, વસીમ સરાઉદીન સૈયદ, જાવેદ સરાફતખાન પઠાણ અને અશરફ ભુરેખા અબ્બાસી નામના શખ્સોને પંચ-બી પોલીસે દરોડા દરમ્યાન રોકડા 11250 સાથે પકડી લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં મહિન્દ્રાના શો રૂમમાં તોડફોડની ઘટના
May 02, 2025 12:50 PMજામનગરના કાલાવડમાં વન નેશન વન ઈલેક્શન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 12:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech