ભાવનગર-સોમનાથ ધોરી માર્ગ પર ઘોઘા તાલુકાના સાણોદર ગામ નજીક આવેલા રાજસ્થાની ધાબા પાસેથી ભાવનગર પેરોલ ફર્લો સ્કવોર્ડએ બાતમીના આધારે ટ્રકની તલાસી લેતા ટ્રકમાં વિદેશી દાની રરર પેટી, ૬ર૦૦ જેવી બોટલ મળી આવતા ટ્રકની સાથે રહેલા ચાલક સહિત બે શખ્સની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતાં દાનો જથ્થો રાજસ્થાનથી લાવી તળાજા તાલુકાના પસવી ગામે રહેતા શખ્સને પહોંચાડવાનો હોવાનું જણાવતા પેરોલ ફર્લો સ્કવોર્ડે દા, ટ્રક તેમજ બે મોબાઇલ મળી કુલ ા.૪૦,૩૬,૪૮૦નો મુદ્દામાલ કબ્જે લઇ રાજસ્થાનના અને પસવી ગામના શખ્સ સામે પ્રોહીબીશન હેઠળ ગુન્હો દાખલ કરી બન્નને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
પેરોલ ફર્લો સ્કવોર્ડ જોધપુર બાડમેર દાલબાટી ચુરમા હોટલ નજીકથી ટ્રકને અટકાવી તલાશી લેતા તેમાં દાનો જથ્થો જણાતા ટ્રકની સાથે રહેલા સત્યનારાયણ ઉર્ફે સુરેશ જીવારામ મેઘવાલ (ઉ.વ. ૨૩ રહે ખેરણ ગામ કુંભલગઢ રાજસ્થાન) અને શેતાનસિંગ શ્રવણ મીના (ઉ.વ. ૨૫ સરચીયા ચારણ તા જહાજપુર જી ભીલવાડા રાજસ્થાન)ને ઝડપી લઈ બન્નેની પૂછપરછ દરમ્યાન લાલશિગ દલીંગસિંગ રાજપુત (રહે.ખેરાણ કુંભલગઢ રાજસ્થાન)એ રાજદિપસિહ નાથુભા સરવૈયા (રહે પસવી તા તળાજા ભાવનગર) ને મોકલ્યો હોવાનું જણાવતા લાલશિંગ દલિસીંગ રાજપૂત અને રાજદીપસિંહ નાથુભા સરવૈયા સામે પ્રોહીબીશન હેઠળ ગુનો દાખલ કરી વિદેશી દારૂની ૨૨૨ પેટી, બોટલ નંગ ૬૨૨૮, કિંમત રૂપિયા ૨૫,૨૬,૪૮૦ તેમજ ટ્રક કિંમત રૂપિયા ૧,૫૦,૦૦૦ બે મોબાઈલ કિંમત રૂપિયા ૧૦,૦૦૦ મળો કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા ૪૦,૩૬,૪૮૦નો મુદ્દામાલ કબ્જે કરી બન્ને શખ્સને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાને જાત બતાવી, ઈરાન સાથે ઉભા રહેવાનું વચન આપી ઠેંગો બતાવી દીધો
June 17, 2025 10:48 AMગુજરાતમાં શિક્ષણ સાથે થતી ધાર્મિક છેડછાડને રોકવા હિન્દુ સેનાની બેઠક મળી
June 17, 2025 10:48 AMભારતને ઝટકો : ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સએ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં ન મૂક્યું
June 17, 2025 10:45 AMનોકરીઓ જોખમમાં, રસ્તાઓ પર દેખાશે રોબોટ્સ, ઓપન એઆઈ ચીફની ચેતવણી
June 17, 2025 10:43 AMયુવાનો બેકારીથી ચિંતિત: દેશમાં બેરોજગારીનો દર 5.6 ટકા થયો
June 17, 2025 10:42 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech