BREAKING NEWS

ઉપલેટાના કોલકી નજીક કાર માંથી રૂ.૬ લાખના વિદેશી દારૂ સાથે બે બુટલેગર ઝડપાયા

  • January 10, 2026 10:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ જિલ્લામાં દારૂના ધંધાથી બુટલેગરો પર દોષ બોલાવવા રેન્જ આઈ જી એ કરેલા આદેશ અને જિલ્લા એસપી ની સૂચનાથી ગ્રામ્ય એલસીબી ની ટીમે ઉપલેટા પંથકના કોલકી રોડ દારૂ ભરેલી કાર સાથે બે શખ્સોની ધરપકડ કરી દારૂની 207 બોટલ, મોબાઈલ, કાર મળી રૂ. 6.02 લાખનો મુદ્દામાલ કબ્જે કરી સપ્લાયર-રિસીવરનું નામ ખોલવા તજવીજ હાથ ધરીછે.


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં દારૂ-જુગારની ગેરકાયદે પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા 'ઝીરો ટોલરન્સ ટુ પ્રોહીબીશન ઇન્ફેકશન ગેમ્બલિંગ'ની નીતિ હેઠળ કાર્યવાહી કરવાની આપેલ સૂચનાથી રૂરલ એલસીબી પીઆઈ વી વી ઓડેદરાની રાહબરીમાં પીએસઆઇ એચ સી ગોહિલ અને આર વી ભીમાણી અલગ અલગ ટીમમાં પેટ્રોલિંગમાં હતી.


તે દરમિયાન એએસઆઇ શક્તિસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ કૌશિકભાઈ જોશી અને અરવિંદસિંહ જાડેજાને મળેલી સંયુક્ત હકીકતના આધારે ઉપલેટાના કોલકી રોડ આદર્શ સોસાયટીમાં જવાના રસ્તેથી બે શખ્સોને કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ઝડપી લેવાયા હતા.


રૂરલ એલસીબીની ટીમે રૂ.62,740 ની કિંમતની દારૂની 207 બોટલ, બે મોબાઈલ ફોન અને કાર મળી કુલ રૂ.6,02,740 ના મુદ્દામાલ સાથે અજીત દિનેશ માંકડ (રહે. ઉપલેટા બસ સ્ટેન્ડ પાછળ, આદર્શ સોસાયટી શેરી નં.-3) અને કિશન સંગ્રામભાઈ સોલંકી (રહે. સ્વામિનારાયણ સોસાયટી, ભગવતી પાર્ક-1, ઉપલેટા)ની ધરપકડ કરવામાં આવી હતી.


હવે ઝડપાયેલા શખ્સો દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાનો છે તે સહીતની બાબાતોની તપાસ માટે રૂરલ એલસીબી ટીમે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application