રાજકોટ જીલ્લાના આટકોટમાં પંચરની દુકાન ચલાવતા યુવક અને તેના ભાઈ ઉપર અગાઉ સરપંચની ચૂંટણીનું ફોર્મ ભરેલ જે મામલે મનદુઃખ રાખી તેના જ ગામના પિતા પુત્ર સહીત પાંચ શખસોએ છરી,તલવાર સહિતના શખ્સોએ ખુની હુમલો કરી હવે ભેગા થાવ એટલે મારી નાખીશ તેમ કહી ધમકી આપી નાસી છુટતા પોલીસે રાયોટ, હત્યાની કોશીષ સહીતની કલમો હેઠળ ગુનો નોધી આરોપીઓને ઝડપી લેવા ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.
પોલીસ સુત્રો માંથી મળતી વિગતો મુજબ આટકોટમાં કૈલાશનગરમાં રહેતા અને પંચરની દુકાન ચલાવતા જયેશભાઈ પ્રભુદાસભાઈ ધમલ ઉ.૪૨ વાળાએ તેના જ ગામના પિતા પુત્ર સહિતના પાંચ જેટલા શખ્સો સામે આટકોટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં જણાવ્યા મુજબ જયેશભાઈ તેની પંચરની દુકાને હતા ત્યારે ગામમાં રહેતા જીતુભાઈ સોમાભાઈ દાફડા,તેનો મોટો ભાઈ જેસીંગભાઈ, જીતુભાઈનો પુત્ર કાળિયો,મોહીત જેસીંગભાઈ દાફડા અને એક અજાણ્યો શખસ સહીતનાઓ ધસી આવ્યા હતા અને તારી ઘરવાળી ને કહે કે અમને ગાળો ન આપે કહી ઝઘડો કર્યો હતો.
જે દરમ્યાન સમજાવવા જતા ઉશ્કેરાયેલા શખશો છરી,તલવાર સહીતના ઘાતકી હથીયારો વડે હુમલો કરતા દેકારો મચી જતા જયેશભાઈના મોટાભાઈ ઉમેશભાઈ વચ્ચે બચાવવા આવતા તેની ઉપર પણ હુમલો કર્યો હતો અને હવે ભેગા થશો તો તમને બધાને મારી નાખીશ તેમ ધમકી આપી નાસી છુટયા હતા.
આ બનાવને પગલે બન્ને ધવાયેલા ભાઈઓને સારવાર માટે હોસ્પીટલે ખસેડાયા અંગેની જાણ થતા આટકોટ પોલીસ દોડી જઇ પ્રાથમિક તપાસ હાથ ધરતા અગાઉ સરપંચની ચુટણીમાં જીતુભાઈ સામે ફરિયાદી જયેશભાઈએ ફોર્મ ભર્યું હતુ અને ચુંટણીમાં જીતુભાઈ ચુંટણી જીતી ગયા હતા .
ત્યારબાદ અવાર નવાર ઝગડાઓ કરતા હોય ગત સાંજે તેની પંચરની દુકાને આવી તારી ઘરવાળી કેમ અમને ગાળો આપે છે કહી ઝગડો કરી ખૂની હુમલો કર્યો હતો જેથી બન્ને ભાઈઓને ઈજાઓ પહોંચી હોવાનુ જયેશભાઈએ જણાવતા પોલીસે હત્યાની કોશીષ, ધમકી, રાયોટ સહીતની કલમો હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી હતી.