BREAKING NEWS

મોરબી રોડ જકાતનાકા પાસે દારૂ પીકાર લઈ નીકળેલા બે સગા ભાઈઓ ઝડપાયા

  • May 05, 2026 09:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મોરબી રોડ પર જકાતનાકા પાસે બી ડિવિઝન પોલીસે પેટ્રોલીંગ દરમિયાન નશો કરી લઈ નીકળેલા લાલપુરના કરાણા ગામના બે સગા ભાઈઓને ઝડપી લીધા હતાં. બંને રાજકોટ માર્કેટીંગના કામ માટે આવ્યા બાદ નશો કરી કાર લઈ નીકળ્યા હતાં.
જાણવા મળતી વિગતો મુજબ, બી ડિવિઝન પોલીસ મથકના કોન્સ્ટેબલ અનિલભાઈ નૈયા ૧૧૨ જનરક્ષકમાં ઇન્ચાર્જ ગૌતમભાઈ ડાંગર સાથે નાઇટ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન મોરબી રોડ પર ઇન્ડિયન
પેટ્રોલ પંપ સામે રોડ પર જકાતનાકા તરફથી બેડી ચોકડી તરફ એક કારચાલક સર્પાકાર રીતે કાર ચલાવતો હોય જેથી પોલીસે અમેજ કાર નંબર જીજે ૩ કેપી ૪૨૪૯ અટકાવી હતી.
બાદમાં કારચાલક અને તેની સાથે બેઠલા શખસની પુછતાછ કરતા બંને નશાની હાલતમાં હોવાનું માલુમ પડ્યું હતું. જેથી તેમને બી ડિવિઝન પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા.
અહીં હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ જાડેજાએ આગળની કાર્યવાહી કરી બંનેની પૂછતાછ કરતા કારચાલકનું નામ ચિરાગ વિઠ્ઠલભાઈ
સંઘાણી (ઉ.વ.૩૩) અને તેની સાથે તેનો સગો નાનો ભાઈ હેમદીપ વિઠ્ઠલભાઈ સંઘાણી (ઉ.વ.૩૧ રહે, બંને કરાણા તા. લાલપુર) હોવાનું જણાવ્યું હતું. બંને થોથરાતી જીભે = બોલતા હોય બંન્નેએ નશો કર્યો હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે, આ બંને ભાઈઓ માર્કેટિંગનું કામ કરે છે અને રાજકોટ માર્કેટીંગના કામ સબબ આવ્યા હતા અને અહીં ઈન્ફિનિટી હોટલમાં રોકાયા હતા. દરમિયાન તેણે કોઈપણ સ્થળ નશો કર્યા બાદ નશાની હાલતમાં કાર લઈને નીકળ્યા હતા. પોલીસે બંને સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application