BREAKING NEWS

કોટડા સાંગાણીમાં રહેતા દેશી દારૂના બે ધંધાર્થીઓને તડીપાર કરી દેવાયા

  • November 28, 2025 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શાપર વેરાવળ પોલીસે કોટડાસાંગાણીના બે શખસોને પકડી દેશી દારૂની હેરાફેરીના ગુનામાં ૪૫ દિવસ માટે રાજકોટ ગ્રામ્ય - શહેરમાંથી તડીપાર કરી જૂનાગઢ અને જામનગર ખાતે મોકલી આપવામાં આવ્યા છે.


રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવ અને એસપી વિજયસિંહ ગુર્જરે અસામાજિક પ્રવૃતિ કરતા શખસોને પકડી કાર્યવાહી કરવા સૂચના આપી હતી જે અંતર્ગત ગોંડલ વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક સિમરન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ શાપર વેરાવળ પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.બી. રાણા અને તેની ટીમે દેશી દારૂની હેરાફેરીના ગુના લાખા કરમણભાઈ ઘોડા(ઉ વ ૩૧)(રહે શાપર વેરાવળ, ગંગા ગેઇટ ની અંદર,જુના પાવર હાઉસ, કોટડાસાંગાણી) અને લાલો ઉર્ફે પરબત હાથિયાભાઈ વીજાણી(ઉં વ ૩૦)(રહે વેરાવળ એસ.આઈ.ડી.સી., શાંતિધામ સામે, કે.કે.મેડિકલ પાછળ, કોટડાસાંગાણી) ને હદપારી હેઠળ અટકાયતમાં લેવા હદપારી દરખાસ્ત તૈયાર કરી રાજકોટ શહેર ૨ ના સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટને મોકલી બન્ને શખસોને પકડી ૪૫ દિવસ માટે રાજકોટ ગ્રામ્ય અને શહેરમાંથી તડીપાર કરવા હુકમ મળતા બંનેને જૂનાગઢ અને જામનગર ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.


આ કામગીરીમાં શાપર વેરાવળ પોલીસ સ્ટેશનના પી.આઇ. આર.બી.રાણા, એ.એસ.આઈ.ક્રિપાલસિંહ રાણા, પોલીસ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ ધાધલ સાથે રહ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application