પારડી ગામના બે મિત્રો ખોખડદળ નદીમાં નાહવાની મજા માણવા આવતા મળ્યું મોત

  • April 25, 2024 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બુધવારે સાંજે રાજકોટની ભાગોળે કણ ઘટના બની હતી.અહીં ખોખડદળ નદીમાં નાહવા પડેલા ૧૭ અને ૧૮ વર્ષના બે મિત્રોના નદીમાં પાણીમાં ગરક થઇ જવાથી મોત થયા હતાં.બનાવની જાણ થતા પારડીમાં રહેતા બંનેના પરિવારોમાં કાળો કલ્પાંત છવાય ગયો હતો.આ કણ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,રાજકોટ ગોંડલ હાઇવે પર લોધિકા તાલુકાના પારડી ગામે સહજાનદં સોસાયટીમાં રહેતો આર્યન ભરતભાઇ રાઠોડ (ઉ.વ.૧૮) અને તેનો મિત્ર નયન અજયભાઇ વેગડા (ઉ.વ.૧૭) બપોરે નયનના બાઇકમાં પારડીથી નીકળ્યા હતા. સાંજ સુધી બંને પરત નહીં આવતાં નયનના પિતા અજયભાઇ વેગડાએ આર્યનના નાનાભાઇને ફોન કરીને બંને મિત્રો કયાં છે તે અંગે પૂછવાનું કહેતા આર્યનના ભાઇએ ફોન કરતા કોઇ અજાણી વ્યકિતએ રિસીવ કર્યેા હતો અને આ ફોન જેનો છે તે અને તેની સાથેનો છોકરો ખોખડદળ નદીમાં લાંબા સમયથી નહાવા પડાની, બંનેના કપડાં નદી કાંઠે હોવાની અને બંને નદીમાં નહીં દેખાતા હોવાનું કહેતા બંનેના પરિવારજનો ચિંતામાં મુકાઇ ગયા હતાં અને તુરતં રાજકોટ દોડી આવ્યા હતાં.
બીજી તરફ આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને પણ કરી દેવામાં આવી હતી.જેથી ફાયરનો સ્ટાફ તાકીદે અહીં પહોંચી ગયો હતો.ફાયર બ્રિગેડના તરવૈયાઓએ નદીના પાણી ડખોળ્યા હતા. દોઢેક કલાકની મથામણ બાદ નયન અને આર્યનના મૃતદેહ હાથ આવ્યા હતા. બનાવને પગલે આજી ડેમ પોલીસે બનાવસ્થળે પહોંચી જરી કાર્યવાહી કરી બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડા હતા.બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, આર્યન રાઠોડ બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો અને તેણે ધોરણ ૧૦ સુધી અભ્યાસ કર્યેા હતો. તેના પિતા ભરતભાઇ રાઠોડ મજૂરીકામ કરે છે, યારે નયન એક બહેનનો એકનો એક ભાઇ હતો અને તેના પિતા કડિયાકામ કરે છે.બંને મિત્રો આ ગરમીના દિવસોમાં નદીમાં નાહવાની મોજ માણવા માટે અહીં ખોખડદળ નદીએ આવ્યા હતાં ત્યારે પાણીમાં ગરક થઇ જતા તેમને મોત મળ્યું હતું.બનવાને લઇ રાઠોડ અને વેગડા પરિવારમાં માતમ છવાય ગયો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application