BREAKING NEWS

જામનગર શહેરમાં બાઇકે ઠોકર મારતા યુવતિ સહિત બે ને ઇજા

  • January 17, 2026 01:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરના સેન્ટઆન્સ સ્કુલ પાસેના રોડ પર બાઇક ચાલકે એકટીવાને પાછળથી ઠોકર મારતા યુવતિ સહિત બે ને ઇજા પહોચી હતી, જયારે જામનગર-ખંભાળીયા હાઇવે પર ટેન્કર ચાલકે અચાનક બ્રેક મારતા કારમાં નુકશાન થયુ હતું અને યુવાનને મુંઢ ઇજા થઇ હતી.


જામનગરના સુભાષ શાક માર્કેટ પાસે છીપર ફળીમાં રહેતા દિપેશ મગનભાઇ દાઉદીયા (ઉ.વ.૪૯) નામના આધેડે સીટી-બી ડીવીઝનમાં ગઇકાલે સ્પ્લેન્ડર બાઇક નં. જીજે૧૦બીકયુ-૯૯૧૩ના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી.


તા.૧૫ના રોજ સેન્ટ આન્સ સ્કુલ પાસેના રોડ પર આરોપીએ પોતાની મોટર સાયકલને પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી ફરીયાદીની દિકરી હિરલ તથા સાહેદ એકટીવા લઇને જતા હોય ત્યારે પાછળથી એકટીવાને ઠોકર મારી હતી  આ અકસ્માતમાં બંનેને નીચે પછાડી દેતા ફરીયાદીની પુત્રીને પગમાં ઇજા થઇ હતી અને સાહેદને છોલછાલ જેવી ઇજા કરી ચાલક નાશી ગયો હતો.

 
બીજા બનાવમાં રાજકોટના કુવાડવા ગામ હરીઓમ ચોક પાસે રહેતા કિરણ પ્રવિણભાઇ ચાવડા (ઉ.વ.૩૭) નામના યુવાન ગઇકાલે પોતાની કાર નં. જીજે૩સીયુ-૧૯૪૮ લઇને જતા હતા દરમ્યાન જામનગર-ખંભાળીયા હાઇવે પર ટાઉનશીપ નજીકના રોડ પર પહોચતા આગળ જઇ રહેલા ટેન્કર નં. જીજે૧૨બીએકસ-૧૨૨૨ના ચાલકે અચાનક બ્રેક મારતા ફરીયાદીની કાર ટેન્કરની પાછળના ભાગે અથડાઇ હતી.
​​​​​​​

જેથી આગળનું બોનેટ વળી ગયેલ તેમજ બમ્પર તથા પેડર, હેડલાઇટ તુટી ગઇ હતી તેમજ કમરના ભાગે તેમને મુંઢ ઇજા પહોચી હતી આ અંગે કીરણભાઇ દ્વારા મેઘપર પોલીસમાં ટેન્કરચાલક સામે ફરીયાદ નોંધાવવામાં આવી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application