રાજકોટ સહિત રાજ્યભરમાં તોફાની પવન અને ગાજવીજ સાથે માવઠાની આગાહી વચ્ચે ગતરાત્રે મિનિ વાવાઝોડા સાથે વરસાદ ખાબકતા અમદાવાદ દસક્રોઇ તાલુકામાં હોર્ડિંગ બોર્ડ માથે પડતા ત્યાંથી પસાર થઇ રહેલા અમદાવાદના જમાલપુરના ૩૧ વર્ષીય યુવાનનું કરૂણ મોત નિપજ્યું હતું, તદઉપરાંત વડોદરા શહેરના સોમા તળાવ વિસ્તારમાં એક હોર્ડિંગ બોર્ડ માથે પડતા વડોદરા શહેરના રહીશ ૫૩ વર્ષીય આઘેડનું મોત નિપજ્યું હતું. રાજ્યમાં હોર્ડિંગ બોર્ડ પડવાથી બે નાગરિકોના મોત થયાની સત્તાવાર જાહેરાત થયા બાદ રાજકોટ શહેરમાં મહાનગરપાલિકાની એસ્ટેટ બ્રાન્ચ દ્વારા સઘન ચેકિંગ નો દોર શરૂ કરીને એડ એજન્સીઓને ધડાધડ નોટિસો ફટકારવાનું શરૂ કરાયું છે, અલબત્ત રાજકોટ શહેરમાં પ્રિ મોન્સૂન કામગીરીના ભાગરૂપે તા.૨૮ એપ્રિલથી નોટીસની બજવણી ચાલુ જ હતી પરંતુ ઉપરોક્ત દુર્ઘટના બાદ કામગીરી વધુ ઝડપી બનાવી હોવાનું જાણવા મળે છે.
વિશેષમાં મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે, ગઇકાલે અમદાવાદ જિલ્લા અને વડોદરા શહેરમાં હોર્ડિંગ બોર્ડ માથે પડતા બે નાગરિકોના કરૂણ મોત નિપજ્યાની ઘટના બાદ રાજકોટ શહેરમાં તમામ હોર્ડિંગ બોર્ડ સાઈટનું પ્રિ મોન્સુન ચેકીંગ શરૂ કરાયું છે અને રાજકોટ શહેર વિસ્તારમાં કાર્યરત કુલ ૭૦ આઉટડોર એડ એજન્સીને તેમના ૫૬૨ હોર્ડિંગ બોર્ડ મામલે નોટિસ ફટકારવામાં આવી છે જેમાં ૩૫૨ હોર્ડિંગ બોર્ડ પ્રાઇવેટ માલિકીના છે અને ૨૧૦ ટેન્ડર સાઇટ્સ સમાવિષ્ટ છે. તમામ એડ એજન્સીઓને તેમની હોર્ડિંગ બોર્ડ સાઇટના સ્ટ્રકચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ રજૂ કરવા તેમજ લાઇટ સાથેના હોર્ડિંગ બોર્ડ હોય તો તેનું ઇલેક્ટ્રિકલ સેફ્ટી સર્ટિફિકેટ પણ રજૂ કરવા નોટીસ ફટકારી છે. ૩૦ દિવસની સમય મર્યાદામાં આ સર્ટિફિકેટ રજૂ કરવાના રહેશે. એક મહિનામાં મતલબ કે મોડામાં મોડું તા.૧ જૂન સુધીમાં સર્ટિફિકેટ સબમિટ કરવા ફરજિયાત છે. એસ્ટેટ બ્રાન્ચ દ્વારા હાથ ધરાયેલી કડક કાર્યવાહીથી એડવર્ટાઇઝિંગ એજન્સીઓમાં દોડધામ મચી ગઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક વર્ષમાં રાજકોટ શહેરમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ, એટલાન્ટિસ અગ્નિકાંડ અને સિટી બસકાંડ જેવી દુર્ઘટનાઓ બની હોય રાજકોટ મહાપાલિકા તંત્ર વિશેષ સાવચેત બની ગયું છે અને તા.૧૫ જુનથી ચોમાસુ સક્રિય થાય તે પૂર્વે અગાઉના વર્ષો કરતા વહેલી પ્રિ-મોન્સૂન કામગીરી શરૂ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : યુદ્ધની સ્થિતિમાં નાગરિકોએ કઈ રીતે બચવું તે અંગે આવતીકાલે યોજાશે મોકડ્રિલ
May 06, 2025 06:57 PMજામનગરના કાલાવડ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ
May 06, 2025 06:41 PMધો.૧૨ સાયન્સમાં ૧૦૦% પરિણામ સાથે મા. સજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલની ઝળહળતી સિદ્ધિ
May 06, 2025 06:17 PMજામનગર ખાતે યોજાયેલ ફેન્સીંગની રાજ્યકક્ષાની સ્પર્ધાનું ભવ્ય સમાપન
May 06, 2025 06:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech