BREAKING NEWS

બેડી ચોકડીથી મારવાડી યુનિ. સુધી બે કિ.મી લાંબો ટ્રાફિકજામ

  • February 27, 2026 02:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
બેડી ચોકડી પાસે બે વાહન વચ્ચે અકસ્માત થયા બાદ અહીં ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. બેડી ચોકડીથી મારવાડી યુનિવર્સિટી સુધી અંદાજિત બે કિ.મી સુધી વાહનોના થપ્પા લાગી ગયા હતાં. કલાકો સુધી ટ્રાફિકજામના લીધે વાહનચાલકો ફસાઇ જતા ભારે આક્રોશ જોવા મળ્યો હતો. કેટલાકે સોશિયલ મીડિયા પર વીડિયો મૂકી ટ્રાફિક વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા હતાં. અંતે પોલીસે તાકીદે ટ્રાફિક કલિયર કરાવ્યો હતો. સવારના સુમારે બેડી ચોકડી પાસે સિમેન્ટ ભરેલા ટ્રક અને ખાનગી ટ્રાવેલ્સની બસ વચ્ચે અકસ્માત થયા બાદ ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઇ હતી.


જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ-મોરબી હાઈવે પર આજે સવારે બેડી ચોકડી ખાતે બે ટ્રક વચ્‍ચે અકસ્‍માત સર્જાયો હતો. આ અકસ્‍માત બાદ અહીં વાહનોની લાંબી કતારો લાગી ગઈ અને ટ્રાફિક સંપૂર્ણપણે થંભી ગયો. અકસ્‍માત સ્‍થળથી મારવાડી યુનિવર્સિટી સુધી અને તેનાથી આગળના વિસ્‍તારોમાં વાહનોના થપ્‍પા લાગ્‍યા હતા.

આ અકસ્‍માતને કારણે મોરબી તરફથી રાજકોટ આવતા તેમજ રાજકોટથી મોરબી જતા હજારો મુસાફરો, હોસ્‍પિટલમાં જતા દર્દીઓના સંબંધીઓ, દુકાનદારો અને કામકાજે જતા લોકો લાંબા સમય સુધી રસ્‍તા પર ફસાઈ ગયા છે. મુસાફરોમાં આક્રોશ જોવા મળ્‍યો.

અકસ્માતના ભારે ટ્રાફિકજામ બાદ પોલીસે ઘટનાસ્‍થળે પહોંચીને ટ્રાફિક કલિયર કરાવ્યો હતો. સદભાગ્‍યે આ અકસ્‍માતમાં મોટી જાનહાનિ થઇ ન હતી. અહીં ટ્રાફિકમાં ફસાયેલા ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર આ ઘટનાના ફોટા અને વીડિયો શેર કરીને ટ્રાફિક વ્‍યવસ્‍થા અને સલામતી પર સવાલ ઉઠાવ્‍યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application