સુગાળામાં મોડી રાત્રે બે સિંહોની લટાર : મારણ માટે વાછરડાનો પીછો કરતા સિંહો CCTVમાં કેદ
સુગાળામાં મોડી રાત્રે બે સિંહોની લટાર : મારણ માટે વાછરડાનો પીછો કરતા સિંહો CCTVમાં કેદ
October 07, 2026 10:01 AM
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પંથકના સુગાળા ગામમાં મોડી રાત્રે બે સિંહો ગામમાં ઘૂસી આવતા ગ્રામજનોમાં ચિંતા જોવા મળી હતી. બે સિંહોએ ગામમાં પ્રવેશ કર્યા બાદ એક વાછરડાનો પીછો કર્યો હતો.સિંહોથી બચવા વાછરડું દોડીને નાસી છૂટતાં સિંહો શિકાર કરવામાં સફળ રહ્યા ન હતા. સિંહોની ગામમાં લટાર અને વાછરડાનો પીછો કરવાની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. રાત્રિના સમયે રહેણાંક વિસ્તારમાં સિંહોની અવરજવરથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.