રોકડ અને મોબાઇલ જપ્ત : નેપાળ, મુંબઇ અને સુરતના 3 શખ્સની સંડોવણી
જામનગરના રણજીતસાગર રોડ પર બાઇકના શોમમાં થયેલી ચોરીનો ભેદ સીટી-એ પોલીસે ઉકેલી નાખ્યો છે, આંતરરાજય ગેંગના બે શખ્સોને પકડી લીધા છે, તપાસ દરમ્યાન 3 સાગરીતની સંડોવણી બહાર આવી છે. પકડાયેલ આરોપી પૈકી એક 16 ગુનામાં સંડોવાયેલો હોવાનું તપાસમાં બહાર આવ્યુ છે. બંને શખ્સોને રીમાન્ડ પર લેવા તજવીજ ચલાવવામાં આવી રહી છે.
એસપી પ્રેમસુખ ડેલુ, સીટી ડીવાયએસપી ઝાલા દ્વારા અનડીટેકટ ગુના શોધી કાઢવા સુચના કરવામાં આવતા સીટી-એ પીઆઇ એન.એ. ચાવડાના માર્ગદર્શન હેઠળ રણજીતસાગર રોડ પર અવધ હોન્ડાના શોમમાં તાજેતરમાં થયેલી રોકડા 2.37 લાખની ચોરીનો ભેદ ઉકેલવા ટુકડીઓ તપાસમાં હતી દરમ્યાન સીસી ફુટેજ અને ટેકનીકલ એનાલીસીસના આધારે પેટ્રોલીંગ દરમ્યાન સ્ટાફના રવિ શમર્,િ વિજય કાનાણીને સંયુકત બાતમી મળેલ કે શોમની ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ શખ્સો પૈકીના બે આરોપી યતીન પ્રવિણ સિંદ્રોજા રહે. અંબીકા શોમીલ કમ્પાઉન્ડ અંધેરી વેસ્ટ મુંબઇ તથા સુનિલ શિવ પરીયાર રહે. વિકટરી પાર્ક પ્લોટ 65, ફલેટ 303 મહારાષ્ટ્ર મુળ ટીમીસેન ગામ, અરછામ, નેપાળને ગણતરીના દિવસોમાં પકડી પાડવામાં આવ્યા છે.
યતીન અને સુનિલની પુછપરછમાં ચોરીની કબુલાત આપી હતી, પોલીસે 13500ની રોકડ અને બે મોબાઇલ કબ્જે લીધા છે અને ચોરીનો ગુનો શોધી કાઢયો છે બંને શખ્સોની રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે, સહ આરોપીમાં હાલ પુના અને મુળ નેપાળના કાલીકોટના ઉમેશ ઉર્ફે બિરેન્દ્ર માનબહાદુર માઝી, સુરતના મોટા વરાછા તળાવ પાસે રહેતા જનક ઉર્ફે ડીકે મનીરામ સોની તથા મુંબઇના કમલ ખત્રીના નામ ખુલ્યા હતા.
આરોપી યતીન સામે મુંબઇ થાને રલ, નવધર, જુ, પાનવેલ, સાગરીના 4, ડીએનનગર અંધેરીના 3, વસઇ, ખોપોલી રાયગઢ, ખંઢેશ્ર્વર, મુરબાદ થાનેના 2 મળી 16 ગુનામા સંડોવણી ખુલી છે જયારે સહ આરોપી ઉમેશ સામે મુંબઇ માણેકપુર અને ભાયદર નાઇગાવ ખાતે બે ગુના દાખલ થયેલા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech