પોરબંદર નજીકના શિશલી ગામે આધેડ ઉપર બે ઇસમોએ હુમલો કરતા પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે.
શીશલી ગામે નવાપરા વિસ્તારમાં પાણીના ટાંકા પાસે રહેતા ભરત રામજી મોઢા નામના ૫૦ વર્ષના આધેડે એવી પોલીસ ફરીયાદ નોંધાવી છે કે, ૧૯ મી ઓગસ્ટે રાત્રે ૮:૩૦ વાગ્યે જમીને બાલવી માતાજીના મંદિર પાસે ખેતરે રખોપુ કરવા નીકળ્યો હતો,ત્યારે વિજય રમેશ મોઢા અને તેનો મોટો ભાઈ સંજય રમેશ મોઢા બંને ભરતને ત્યાં રોકીને ગાળો બોલવા લાગ્યા હતા.ગાળો બોલવાની ના પાડતા વિજયે ભરતને પકડી રાખ્યો હતો અને સંજયે લાકડાના ધોકા વડે માર્યો હતો,ત્યારબાદ વિજયે લાકડી વડે ભરતને માથામાં માર માર્યો હતો અને બંને ભાઈઓ ત્યાંથી જતા રહ્યા હતા અને એવું કહેતા ગયા હતા કે "તને મારી નાખવો છે"
આ દરમિયાન ફરીયાદીના ઘરના લોકોને ખબર પડતા તેના જમાઈ અભય અશોક સોરઠીયાએ ઇમરજન્સી સેવા ૧૦૮ ને જાણ કરતા સારવાર માટે સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને ત્યાંથી ભરત રામજી મોઢાએ એવી પોલીસ ફરીયાદ નોંધાવી છે કે, વિજય અને સંજય બન્ને ભરતના દીકરા અરૂણ પાસે હાથ ઊછીના પૈસા માંગતા હતા,જે પૈસાનું મનદુ:ખ રાખીને બંને ભાઈઓએ લાકડી અને ધોકાથી ભરત મોઢાને માર માર્યો છે,ત્યારે આગળની તપાસ બગવદર પોલીસ ચલાવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના દરેડ ગામમાં બનશે સૌથી મોટું પરશુરામ ધામ
May 03, 2025 01:11 PMNEETની પરીક્ષા પહેલા કૌભાંડની આશંકા, NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકીનું નિવેદન
May 03, 2025 01:05 PMસાવરકુંડલાની સગીરા સાથે રીબડાના યુવકે દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ
May 03, 2025 01:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech