BREAKING NEWS

દ્વારકામાં વ્હેલ માછલીની એક કરોડની કિંમતની ઉલટી સાથે બે શખ્સ પકડાયા

  • December 11, 2025 06:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



દ્વારકામાં એલસીબીની ટુકડીએ એક બાતમીના આધારે વ્હેલ માછલીની ઉલટી (એમ્બરગ્રીસ) ની સાથે બે શખ્સોને પકડી લીધા છે, એક કરોડની કિંમતનો આ જથ્થો હોવાનું પોલીસે જણાવ્યુ છે, ભાવનગરથી આ ઉલટી વેચવા આવતા પોલીસની ઝપટમાં ચડી ગયા હતા, આ પ્રકરણમાં અન્ય કોઇની સંડોવણી બાબતે તેમજ પકડાયેલા શખ્સોની સધન પુછતાછ સહિતની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે.


અત્રે ઉલ્લેખનીય છે કે ભુતકાળમાં જામનગર એસઓજીની ટુકડીએ માછલીનો કરોડોની કિંમતની ઉલટીનો જથ્થો ઝડપી લીધો હતો, દરમ્યાનમાં દેવભુમી જીલ્લામાં કિંમતી વ્હેલ માછલીની ઉલટી એમ્બરગ્રીસ સાથે બે શખ્સને પકડી લીધા છે. એલસીબીના પીઆઇએ પોસ્ટીંગના બીજા દિવસે જ સપાટો બોલાવ્યો છે.


વધુમાં મળેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસને મોટી સફળતા મળી છે દ્વારકા વિસ્તારમાંથી બે શખશોને વ્હેલ માછલીની ઉલટીના એક કરોડના જથ્થા સાથે પકડી લીધા છે, જાણવા મળ્યા મુજબ ભાવનગરથી આવેલા આ બે શખ્સો અહીં જથ્થો વેચવા આવેલા હોય દરમ્યાન જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળા તથા ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ પીઆઇ બી.જે. સરવૈયા તથા સ્ટાફે આ કામગીરી કરી છે.


બે દિવસ પહેલા એલસીબી પીઆઇ તરીકે ચાર્જ સંભાળ્યા પછી આ ૧ કરોડ ઉપરાંતની કિંમતના વ્હેલ માછલીની ઉલટીના જથ્થા સાથે પકડવાનો એલસીબીનો આ પહેલો કેસ છે, ચાર્જ સંભાળતાની સાથે પીઆઇએ સપાટો બોલાવ્યો છે, બંને પકડાયેલા શખ્સોની પુછપરછ કરવામાં આવી રહી છે, 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application