ઉપલેટાના ખાખીજાળિયા રોડ પાસે વાડીની ઓરડીમાં જુગાર રમતા બે શખસો ઝડપાયા
ઉપલેટાના ખાખીજાળિયા રોડ પાસે વાડીની ઓરડીમાં જુગાર રમતા બે શખસો ઝડપાયા
July 13, 2026 09:04 AM
એલસીબીએ ઉપલેટા ખાખીજાળીયા રોડ પાસે આવેલ વાડીની ઓરડીમાં જુગાર રમતા બે શખ્સોને .૭૪,૭૦૦ની રોકડ સાથે પકડી પાડી જુગારધારા કલમ હેઠળ કાર્યવાહી કરી તેમજ નાશી ગયેલ બે શખસોની શોધખોળ શરૂ કરી છે. જુગાર દરોડાની મળતી માહિતી મુજબ, રાજકોટ રેન્જ આઈ.જી નિર્લિ રાય, જિલ્લ ા એસપી વિજયસિંહ ગુર્જરે દા જુગાર જેવી ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા જરી સુચના આપી હોય જે અંતર્ગત એલસીબી રાજકોટ ગ્રામ્યના પી.આઈ જે.પી. રાવના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ કે.એમ.ચાવડાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ઉપલેટાના ખાખીજાળીયા રોડ પર આવેલ પ્રવીણ ઉર્ફે મયુર નારણભાઈ ધુલની વાડીની ઓરડીમાં અમુક શખસો જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડતા જુગાર રમતા વાડી માલિક પ્રવીણ ઉર્ફે મયુર નારણભાઈ ધુલ(રહે ઉપલેટા સુવા પ્લોટ વિસ્તાર), પરેશ કાંતિભાઈ કાલાવડીયા(રહે ઉપલેટા કોલકી રોડ)ને પકડી પાડા હતા.યારે મોકો જોઈ મેહત્પલ પીઠાભાઈ સુવા(રહે ઉપલેટા સુવા પ્લોટ વિસ્તાર), સંજય વાઘેલા(રહે સમઢીયાળા) નાસી છૂટા હતા. પોલીસે પટમાંથી .૭૪,૭૦૦ની રોકડ કબજે કરી પકડાયેલ બે શખસો સામે જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી નાસી ગયેલ અન્ય બે શખ્સોની શોધખોળ શ કરી છે