BREAKING NEWS

જામનગર : પટેલ કોલોનીમાં મહિલાની દુકાનમાં બે શખ્સોનો હંગામો

  • November 15, 2025 05:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરમાં પટેલ કોલોની શેરી નં. ૩માં ગેલેરીયા કોમ્પ્લેક્ષ ખાતે મહિલાની દુકાનમાં બે શખ્સોએ ધોકા સાથે ઘસી આવી સાહેદ મહિલાને પગમાં માર માર્યો હતો તેમજ ધમકી દઇને નાશી ગયા હતા. 


જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં ગેલેરીયા કોમ્પલેક્ષમાં રેડીમેઇડ કાપડની દુકાન ચલાવતી પિન્કીબેન અવિનાશભાઈ સરકાર નામની બંગાળી વેપારી યુવતીએ પોતાની દુકાનમાં હંગામો મચાવી તોડફોડ કરવાની કોશિશ કરવા અંગે તેમજ સાથી મહિલા કર્મચારી ઉપર હુમલો કરવા અંગે મોસીન તથા દિવ્યરાજસિંહનામના બે શખ્સો સામે સીટી-બી ડીવીઝનમાં ફરિયાદ નોંધાવી છે.


પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી વેપારી મહિલાની દુકાન પાસે ઊભા રહીને આરોપી અપશબ્દો ઉચ્ચારતા હતા, જેથી તેેને અપશબ્દો બોલવાની ના પાડી હતી, દરમ્યાન ફરીયાદી દુકાન બંધ કરતા હતા ત્યારે બંને આરોપી ધોકા સાથે દુકાનમાં ગેરકાયદે રીતે ઘસી આવ્યા હતા.
​​​​​​​

આરોપીએ ધોકા વડે દુકાનનો કાચ તોડવાનો પ્રયત્ન કર્યો હતો, જે દરમિયાન દુકાનમાં કામ કરતાં દર્શાબેન નામના મહિલા વચ્ચે આવી જતાં તેના ઉપર હુમલો કરી દેવાયો હતો, અને ધાક ધમકી આપી નાશી ગયા હતા. દરમ્યાન ફરીયાદના આધારે સીટી-બી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application