BREAKING NEWS

મનહર પ્લોટમાં ચાવી બનાવવા આવેલા બે શખસો અડધા લાખની રોકડ ચોરી ગયા

  • January 15, 2026 01:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
શહેરના મનહર પ્લોટ વિસ્તારમાં રહેતા પ્રોઢાના ઘરમાં ચાવી બનાવવા આવેલ બે સરદારજી રૂ.૫૦ હજારની રોકડ ચોરી કરી ગયા હતાં. જે અંગે એ.ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં આવી છે.


ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મંગળા મેઈન રોડ પર અંજની પાન વાળી શેરીમાં મનહર પ્લોટ શેરી નં-૫ માં રહેતાં હર્ષાબેન દીલીપભાઈ પરમાર (ઉ.વ.૫૭) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ઘરકામ કરે છે. ગઈ તા.૧૨ ના બપોરના દોઢેક વાગ્યાની આસપાસ તે ઘરે એકલા હતા ત્યારે શેરીમા ચાવી બનાવવાવાળા આવેલ અને પાડોશી નિતીનભાઇ ઉર્ફે ભોલાભાઇ જાદવ એકટીવાની ચાવી સરદારજી પાસે બનાવડાવતા હતાં. જેથી તેઓ ઘરની બહાર આવેલ કબાટની તીજોરીની ચાવી બનાવવાની હોય જેથી નિતીનભાઈને કહેલ કે, મારે પણ ચાવી બનાવવાની છે, હું એકલી છુ, તમે આ ચાવી બનાવવાળા સરદારજીને લઈ મારા ઘરે આવો, જેથી એક સરદારજી આ એકટીવાની ચાવી બનાવતો હતો અને તેની સાથે બીજો સરદારજી હતો તેને લઈ નીતિનભાઈ ઘરે આવેલ હતાં.


સરદારજીને ઘરના રૂમના કબાટનુ લોકર બતાવી કહેલ કે, આની ચાવી બનાવવાની છે, જેથી તે ચાવી બનાવવા લાગેલ અને નીતીનભાઈ અને તેઓ ત્યા બેસેલ હતાં. એકટીવાની ચાવી બની જતા તે બીજો સરદારજી ઘરની અંદર આવેલ અને નીતીનભાઇને કહેલ કે, તમારી ચાવી બની ગયેલ છે અને નીતીનભાઈ પાસે રૂપીયા ન હોય જેથી તેઓ તેમના ઘરે રૂપીયા લેવા માટે ગયા હતાં. આ સમયે પ્રૌઢા ઘરે એકલા હતા ત્યારે ઘરના દરવાજે જઈ નીતીનભાઈને બોલાવવા લાગેલ બાદ રૂમમા જયા બે અજાણ્યા સરદારજી હતા ત્યા ગયેલ અને અને સરદારજીએ ચાવી બનાવી આપી હતી.


તે ચાવી કબાટના લોકરમા લગાડતા લાગેલ નહી જેથી તે સરદારજીએ કહેલ કે, એક કલાકમા તમને ચાવી બનાવી આપી જઈશુ તેમ કહી તે બંને ઘરેથી નીકળી ગયા હતા અને બે કલાક સુધી સરદારજીઓ આવેલ નહીં જેથી શંકા જતા મકાનના બીજા માળે ભાડે રહેતી દિવ્યાને બોલાવેલ અને તિજોરીનો લોક તોડી જોતા તિજોરીની અંદર ત્રણ નાના પાકીટ રાખેલ હતા તે જોવામાં આવેલ નહીં અને તે ત્રણેય પાકીટમા રોકડા રૂ.૫૦, હજાર રાખેલ હતા તે અજાણ્યા સરદારજી ચોરી કરી ગયાનું માલુમ પડયું હતું.જેથી આ અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application