BREAKING NEWS

જામનગર નજીકથી જોગવડ પાટીયે હેરોઇન સાથે વધુ બે પંજાબી ઝડપાયા: એક ફરાર

  • May 04, 2026 03:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર
મેઘપર વિસ્તારમાં પંજાબથી હેરફેર થતો બ્રાઉન હેરોઇનનો જથ્થો એસઓજીએ પકડી પાડયા બાદ આ અંગેની કાર્યવાહીમાં વધુ ૧૪ ગ્રામ હેરોઇન સાથે બે શખ્સ ઝપટમાં આવ્યા છે જેમાં પણ એકનું નામ ખુલ્યુ છે, પંજાબથી જામનગર પંથકમાં નશાનો કારોબાર કરનારા શખ્સોને ખુલ્લા પાડવામાં આવ્યા છે અને તપાસનો દોર એ દીશામાં લંબાવવામાં આવ્યો છે.લાલપુર તાલુકાના મેઘપર (પડાણા) વિસ્તારમાં પોલીસ દ્રારા નશીલા પદાર્થેાના વેપાર પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તા. ૦૩૦૫૨૦૨૬ના રોજ જોગવડ પાટીયાથી જોગવડ ગામ તરફ જતાં રસ્તે, સ્કૂલ નજીક જનરલ સ્ટોર પાછળની ગલીમાં ભાડાના મમાં રેડ કરીને પોલીસે હેરોઇનનો જથ્થો ઝડપી પાડો હતો.
આ કામગીરી દરમિયાન પોલીસે મૂળ પંજાબના બે આરોપીઓને ઝડપી પાડા છે, યારે એક આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે. ઝડપાયેલા આરોપીઓમાં હરજીતસિંહ ગુરદીપસિંહ મજબી (ઉંમર ૩૮, મૂળ અમૃતસર, હાલ જોગવડ વિસ્તાર) તથા અજીજ શાહ આસ્કશાહ (ઉંમર ૩૨, મૂળ અમૃતસર, હાલ જોગવડ વિસ્તાર)નો સમાવેશ થાય છે. યારે કુલવિંદરસિંહ ગુરદીપસિંહ નામનો આરોપી હાલ ફરાર છે, જેને પોલીસ શોધી રહી છે.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ ફરાર આરોપી પાસેથી ગેરકાયદેસર રીતે ઓપિયમ આધારિત નશીલા પદાર્થેા (હેરોઇન, મોર્ફિન, કોડીન) મેળવી રાખ્યા હતા. પોલીસે કુલ ૧૪.૪૦૦ ગ્રામ હેરોઇન કિંમત અંદાજે ૨,૮૮,૦૦૦, બે મોબાઇલ ફોન ૧૦,૦૦૦, એક વજન કાંટો, રોકડ  ૯૫૦ અને નાની પેકિંગ માટે ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકના ટુકડાઓ સહિત કુલ ૨,૯૯,૪૫૦નો મુદ્દામાલ જ કર્યેા છે.
પ્રાથમિક તપાસ મુજબ આ નશીલા પદાર્થેાનો છૂટક વેચાણ કરવા માટે નાના પેકેટમાં તૈયાર કરવામાં આવતા હતા. સમગ્ર મામલે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એકટની કલમ ૮(સી), ૨૧(બી) અને ૨૯ મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ કાર્યવાહી પી.એસ.આઈ. અરવિંદસિંહ જાડેજા અને તેમની ટીમ દ્રારા હાથ ધરવામાં આવી હતી, યારે સમગ્ર ઓપરેશન પોલીસ ઇન્સ્પેકટર પી.ટી. જયસ્વાલના માર્ગદર્શન હેઠળ પૂર્ણ થયું હતું. ફરાર આરોપીને ઝડપવા માટે પોલીસ ટીમો તહેનાત કરવામાં આવી છે.
જિલ્લામાં નશાના વેપાર સામે પોલીસનો આ સખત મેસેજ માનવામાં આવી રહ્યો છે. છેલ્લા ૪૮ કલાકના સમયગાળા દરમિયાન નશીલા પદાર્થના સંદર્ભમાં એસ.ઓ.જી. દ્રારા બીજો મોટો દરોડો પાડવામાં આવ્યો છે. જે બંને દરોડામાં નશાના કારોબારનું કનેકશન પંજાબ તરફનું ખુલ્યુ છે, અને પોલીસ દ્રારા તપાસનો દોર ત્યાં સુધી લંબાવાયો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application