BREAKING NEWS

ધાણીફૂટ ફાયરિંગ કેસમાં મુરઘા ગેંગના વધુ બે સાગરીતોની ધરપકડ, એક મંદિરમાં રહેતો

  • November 17, 2025 03:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં ફાયરિંગ પ્રકરણમાં બંને ગેંગ સામે ગુનો નોંધાયા બાદ ફાયરિંગના ગુનામાં સંડોવાયેલા મુરઘા ગેગના મુખ્ય સૂત્રધાર સમીર ઉર્ફે મુરઘા સહિતની ત્રિપુટીની ધરપકડ કર્યા બાદ નવ દિવસના રિમાન્ડ મેળવી ત્રણ પિસ્તોલ, 18 કાર્ટિસ, થાર કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યા બાદ મુરઘા ગેંગના વધુ બે આરોપીને રાજકોટમાંથી ક્રાઈમબ્રાન્ચે ઝડપી લીધા હતા.


ગઈકાલે ત્રણ સાગરીતો ઝડપાયા હતા

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરમાં મંગળા રોડપર બે ગેંગ વચ્ચે આડેધડ સામસામા ફાયરિંગ ના બનાવ બાદ એ ડિવિઝનમાં ગુનો દાખલ કરી પેંડાગેંગ અને મુરઘા ગેંગના ભાગતા ફરતા આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા બાદ મુખ્ય સૂત્રધાર મુરઘા ગેંગના સમીર ઉર્ફે મુરઘા, શાહનવાજ અબ્દુલ્લા ધાડા, અને સોહીલ ચાનિયાને ગઈકાલે રાજકોટમાંથી ઝડપી લીધા બાદ ધરપકડ કરવામાં આવી હતી.


ત્રિપુટી પાસે ઘટનાનું રીકન્ટ્રક્શન કરાવ્યું હ

એસઓજી બ્રાન્ચે આરોપી ત્રિપુટી પાસે ઘટનાનું રીકન્ટ્રક્શન કરાવ્યું હતું અને ત્રિપુટીના કોર્ટે પાસેથી નવ દિવસના રિમાન્ડ મેળવી ત્રણ દેશી બનાવટની પિસ્ટલ 18 કાર્ટિસ, થાર કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.


મુરઘા ગેંગના કુલ 10 આરોપીઓની ધરપકડ

આ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચે મળેલ ચોક્કસ બાતમીના આધારે મુરઘા ગેંગના વધુ બે સાગરીતો અમરદીપ ક્રીપાલસિંહ ઝાલા ઉંમર 24 રહે પુનિતનગર ગોંડલ રોડ તેમજ મિલન નરભેરામ ગોંડલીયા ઉમર 32 રહે માધાપર ચોકડી મહાકાલેશ્વર મંદિર વાળાને ઝડપી ધરપકડ કરતા મુરઘા ગેંગના કુલ 10 આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે. જ્યારે સંજય ઉર્ફે સંજલાની શોધખોળ હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application