BREAKING NEWS

જામનગર-સિકકામાં બોગસ બેન્ક ખાતામાં હેરફેર મામલે વધુ બે ફરીયાદ

  • December 16, 2025 05:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત જામનગર સહિત રાજયભરમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે, બોગસ બેન્ક ખાતાવાળા ઝપટમાં આવ્યા છે અને મુખ્ય સુત્રધારો સુધી પહોચવા સધન તપાસ ચલાવવામાં આવી રહી છે દરમ્યાનમાં જામનગરમાં વધુ બે બોગસ ખાતાધારકો મામલે ફરીયાદ દાખલ થઇ છે, અત્યાર સુધી જામનગર જીલ્લામાં ૨૧ ફરીયાદો ૪૮ આરોપીઓ સામે નોંધાઇ ચુકી છે. જેમાં જે તે ડીવીઝનના પોલીસ સ્ટાફ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.


સાયબર ફ્રોડના વધી રહેલા બનાવોના કારણે રાજયમાં ખાસ કરીને બોગસ બેન્ક ખાતાઓમાં મોટા પાયે ગેરકાયદે લેવડ દેવડ થતી હોવાની વિગતો ઘ્યાન પર આવતા રાજય સરકાર દ્વારા મ્યુલ હન્ટ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે જે અંતર્ગત જુદા જુદા જીલ્લામાં તપાસ અને ફરીયાદો નોંધાવવામાં આવી રહી છે. 


જામનગરના સિકકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ યુવરાજસિંહ ગોહિલ દ્વારા જાતે ફરીયાદી બની ગઇકાલે સિકકા ભગવતી સોસાયટીમાં રહેતા એકાઉન્ટધારક મોહમદશાહનવાઝ શાહજાદ અલામ, પંચવટી સોસાયટીના સુનિલ મોહનલાલ દેવડા અને જોધપુર રાજસ્થાનના એકાઉન્ટ મેળવનાર વિનોદ અને તપાસમાં જે ખુલી તેની સામે ફરીયાદ કરી હતી. આરોપીઓ દ્વારા કાવતરૂ રચી ગેરકાયદે નાણાની હેરફેર કરવા માટે બેન્ક એકાઉન્ટ કીટ આપી, કમિશનો મેળવી આશરે ૪.૩૯.૧૬૭ જેટલી રકમ ગેરકાયદે ટ્રાન્જેકશન કરી છે.


બીજી ફરીયાદમાં સીટી-સી ડીવીઝનના કોન્સ. મયુરસિંહ જાડેજા દ્વારા જામનગરના શિવમ સોસાયટીમાં આવેલા પુ‚ષોતમ એપાર્ટમેન્ટ શેરી નં. ૩, બ્લોક નં. ૧૦૩ ખાતે રહેતા વેપારી વિવેક પરસોતમ સભાયા, અમદાવાદના રાજ ચંપાવત અને તપાસમાં ખુલે તેની સામે એવી ફરીયાદ કરી છે કે આરોપીઓએ કાવતર રચી વિવેકે રાજને પોતાનું બેન્ક ખાતુ ઉપયોગ કરવા આપી કમિશન મેળવી છેતરપીંડીથી મેળવે નાણાની હેરફેર કરવાના ઇરાદાથી વિવેકના ખાતામાં ૧૦.૧૭ લાખ નખાવી ઓનલાઇન ઉપાડી લઇ તેમજ આવેલ રૂપીયા આંગડીયા મારફતે અન્ય આરોપીને પહોચાડી એકબીજાને મદદગારી કરી ગેરકાયદે ટ્રાન્જેકશન કર્યુ હતું. આ ફરીયાદના આધારે પીએસઆઇ પરમાર તપાસ ચલાવી રહયા છે. 


અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર શહેર અને જીલ્લામાં અલગ અલગ પોલીસ મથકો ખાતે બોગસ બેન્ક ખાતા અંતર્ગત ગેરકાયદે ટ્રાન્જેકશન સબબ અત્યાર સુધી ૨૧ ફરીયાદોમાં ૪૮ આરોપીઓનો સમાવેશ થાય છે જેના આધારે પોલીસ દ્વારા આ શખ્સોની પુછપરછ અને મુખ્ય સુત્રધારો સુધી પહોચવા તપાસનો કેમેરો કેન્દ્રીત કરવામાં આવ્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application