જામનગર પંથકનાં દારૂનાં વધુ બે ધંધાર્થીઓની પાસા હેઠળ અટકાયત

  • April 22, 2024 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર માં આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને નામચીન દારૂના ધંધાર્થીઓ તેમજ અન્ય માથાભારે શખ્સો સામે કડક પગલાં લેવાના ભાગરૂપે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા દારૂ ના વધુ બે ધંધાર્થીઓની પાસા હેઠળ અટકાયત કર્યા પછી તેમને જેલ મા ધકેલી દેવાયા છે.

મોરબી નાં ખાનપર  ગામ નાં યશપાલસિંહ ઘનુભા જાડેજા અને જામનગરમાં બેડી માર્ગે કેદાર પાર્ક મા.રહેતાં મનદીપસિંહ કનકસિંહ જાડેજા નામના શખ્સ સામે પ્રોહિબિશન ત્રણ ત્રણ ગુના  નોંધાયા હતા. જે બંને  શખ્સ સામે પાસા ની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા પોલીસવડા મારફતે જિલ્લા કલેક્ટર સમક્ષ મોકલવામાં આવી હતી, જેને મંજૂરીને મહોર લાગી જતાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ના આદેશથી એલસીબીની ટુકડીએ બંને  ની પાસા હેઠળ અટકાયત કરી વડોદરા  ની જેલમાં મોકલી આપ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application