સિવિલમાં ઓપીડી બિલ્ડિંગના બીજા માળેથી-બાથરૂમમાં પટકાતા બે દર્દીના મોત
સિવિલમાં ઓપીડી બિલ્ડિંગના બીજા માળેથી-બાથરૂમમાં પટકાતા બે દર્દીના મોત
January 27, 2026 09:34 AM
સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગના બાથરૂમમાં શ્વાસ ચડવાથી પડી જતા ઉપલેટાના આધેડનું ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું હતું જયારે બીજા બનાવમાં ઓપીડી બિલ્ડીંગના બીજા માળે સીડીના પગથિયાં ઉતરતી વખતે પડી જતા કાલાવડ રોડ પર રહેતા પ્રૌઢનું મોત થયું છે.
કાલાવડ રોડ પર સાંઝા ચૂલા પાસે વિવેકાનંદ સોસાયટીમાં રહેતા નવીનભાઈ ગોવિંદભાઈ ચૌહાણ (ઉ.વ.59)ના પ્રૌઢ ગત તા.23ના માનસિક બીમારીની દવા લેવા માટે સિવિલ હોસ્પિટલમાં ઓપીડી બિલ્ડિંગના બીજા માળે આવેલા માનસિક વિભાગમાં બતાવવા માટે ગયા હતા ત્યારે સીડી ઉતરતી વખતે શરીરની બેલેન્સ ગુમાવી દેતા પગથિયેથી પટકાતા ઈજાઓ થવાથી સિવિલમાં જ દાખલ કરવામાં આવ્યા હતા. ગઈકાલે ચાલુ સારવાર દરમિયાન દમ તોડી દેતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે કાગળો કરી પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. પ્રૌઢ ત્રણ ભાઈ ત્રણ બહેનમાં નાના હતા અને સંતાનમાં બે પુત્ર એક પુત્રી છે. બનાવથી પરિવારમાં ગમગીની છવાઈ છે.