કાલાવડના શીશાંગ ગામ પેટ્રોલ પંપ સામેના રોડ પર પાંચ દિવસ પહેલા સર્જાયેલા અકસ્માતમાં બે વ્યકિતને ઇજા પહોચી હતી જેમાં મોટરસાયકલ ચાલક સામે ફરીયાદ કરવામાં આવી છે જયારે જાયવા-લૈયારા રોડ પર ગમખ્વાર અકસ્માતના બનાવમાં ફોરવ્હીલ ગાડીના ચાલક સામે ફરીયાદ કરાઇ છે.
ગોંડલની સુમરા સોસાયટીમાં રહેતા એજાઝ અજીઝભાઇ પતાણી (ઉ.વ.૨૬)એ ગઇકાલે કાલાવડ ગ્રામ્યમાં સીડી ડીલક્ષ મોટરસાયકલના ચાલક પ્રકાશ જીતરા (રે. હાલ શીશાંગ વાડીએ) ની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.
ગત તા. ૧૮ના આરોપીએ શીશાંગ પેટ્રોલપંપ સામેના રોડ પર પોતાનું મોટરસાયકલ બેફીકરાઇથી ચલાવી ફરીયાદીના પિતા અજીઝ અલીભાઇ પતાણી (ઉ.વ.૫૭) અને તેના કાકા જુમા અલીભાઇ પતાણી (ઉ.વ.૫૪) ચાલને જતા હોય તેઓને પાછળથી ઠોકર મારી હતી જેમાં બંનેને ફ્રેકચર સહિતની ઇજાઓ પહોચી હતી.
અન્ય બનાવમાં ધ્રોલના જાયવા રોડ પર ગઇકાલે સવારે ફરીયાદીના મિત્ર રાજેશભાઇ ઉર્ફે ભુરો વિનોદરાય વાજાર (ઉ.વ.૫૧) તેનું મોટરસાયકલ નં. જીજે૧૦આર-૨૨૬૯ લઇ વિરાજ પેટ્રોલ પંપ તરફ જતા હતા ત્યારે અચાનક ફોરવ્હીલ ગાડીના ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી બાઇકની પાછળના ભાગે ઠોકર મારી હતી આ અકસ્માતમાં રાજેશભાઇનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ થયુ હતું આ બનાવ અંગે ધ્રોલ રાધેપાર્ક ખાતે રહેતા પુરણદાસ નવનીતલાલ અગ્રાવતએ ધ્રોલ પોલીસમાં ફોરવ્હીલ ગાડી નં. જીજે૬એલકે-૨૧૩૫ના ચાલક રણમલ મારખી માડમ (રહે. બારાડી બેરાજા તા. ખંભાળીયા) ની વિરુઘ્ધ ફરીયાદ કરી હતી.