BREAKING NEWS

જામનગર : દિ.પ્લોટ-૫૮માં દારૂની બોટલો સાથે બે શખ્સ ઝડપાયા

  • February 03, 2026 05:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરના દિ.પ્લોટ-૫૮ બાળકોના સ્મશાન પાસે આવેલ એક મકાનમાં પોલીસે દરોડો પાડીને ઇંગ્લીશ દારૂની ૬ બોટલ સાથે એક શખ્સને પકડી લીધો હતો જયારે જથ્થો પુરો પાડનારનું નામ ખુલ્યુ હતું. ઉપરાંત વધુ એક શખ્સ આ વિસ્તારમાંથી શરાબના ૧૫ ચપટા સાથે ઝપટમાં આવ્યો હતો.


જામનગર દિગ્વીજય પ્લોટ ૫૮ બાળકોના સ્મશાન પાસે રહેતા ગૌતમ ઉર્ફે ભીખો મુળજી ચાંદ્રા નામના શખ્સના મકાનમાં બાતમીના આધારે સીટી-એ પોલીસે દરોડો પાડીને વિદેશી દારૂની ૬ બોટલ વેચાણ અર્થે શાખી હોય આથી પકડી લીધો હતો. દારૂનો જથ્થો અહી રહેતા આનંદ નાનજી ભદ્રાએ પુરો પાડયો હતો જેને ફરાર જાહેર કરવામાં આવ્યાો છે.


આ ઉપરાંત દિ.પ્લોટ ૫૮ સ્મશાન પાસે રહેતા હર્ષ ઉર્ફે અબુ શાંતીલાલ ચાંદ્રાને આ વિસ્તારમાંથી વિદેશી દારૂના ૧૫ ચપટા લઇને નીકળતા પોલીસે પકડી પાડી પુછપરછ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application