વિદેશીદારુનો જથ્થો ભરેલી ઇકો કાર સાથે બે શખ્સો ઝડપાયા, એક ફરાર

  • June 02, 2025 04:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના જૂની માણેકવાડી વિસ્તારમાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની ૧૭૨૮બોટલ  કિં.રૂ.૫,૫૭,૫૬૮ સહિત કુલ કિ.રૂ.૮,૫૭,૫૬૮ ના મુદ્દામાલ સાથે બે શખ્સોને લોકલ ક્રાઇમ બ્રાન્ચે  ઝડપી લીધા હતા.
 ભાવનગર એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન બાતમી મળેલ કે, હરદેવ નરેશભાઇ ગોહિલ રહે.વડવા,ભાવનગર   ઇકો કાર રજી નં.ૠઉં-૦૪-ઊઊ-૩૧૨૮માં બહારથી વિદેશી દારૂનો જથ્થો ભરી જુની માણેકવાડી, દેરાસર પાસેથી પસાર થઇને જવાના છે. જે બાતમી આધારે વોચમાં રહેતાં કારમાંથી દારૂની કંપની  બોટલો સાથે હરદેવ નરેશભાઇ ગોહિલ (ઉ.વ.૨૫ ધંધો-રી.ડ્રા. રહે.રૂમ નંબર-૩૦૧, શિવ દર્શન ફલેટ, ચાવડી ગેટ, વડવા, ભાવનગર)અને  કિશન ભુપતભાઇ સોલંકી (ઉ.વ.૨૭ ધંધો-ફેબ્રીકેશન રહે.સાંઇઠ ફળી, કરચલીયા પરા,ભાવનગર)ને ઝડપી લઈ પૂછપરછ કરતા  કલ્પેશ નાથાભાઇ કોતર (રહે.સીદસર, ભાવનગર)નું નામ ખુલતા  રોયલ ચેલેન્જ પ્રિમીયમ ગોલ્ડ વ્હીસ્કી ફોર સેલ ઇન ઉત્તરાખંડ ઓન્લી લખેલ પેટી-૨૦માં ભરેલ ૧૮૦ ખક બોટલ નંગ-૯૬૦ કિ.રૂ.૨,૯૯,૫૨૦,  ઓલ સીઝન્સ રેર રીઝર્વ વ્હીસ્કી ફોર સેલ ઇન ઉત્તરાખંડ ઓન્લી તથા નોટ ફોર સેલ ઇન પંજાબ લખેલ પેટી-૧૬માં ભરેલ ૧૮૦ ખક બોટલ નંગ-૭૬૮ કિ.રૂ.૨,૫૮,૦૪૮ તેમજ  ઇકો કાર રજી.નંબર- ૠઉં-૦૪-ઊઊ-૩૧૨૮ કિ.રૂ.૩,૦૦,૦૦ મળી કુલ રૂ.૮,૫૭,૫૬૮ નો મુદ્દામાલ કબ્જે કરે તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના  માર્ગદર્શન હેઠળ ઘનશ્યામભાઇ ગોહિલ, સાગરભાઇ જોગદિયા, વિઠ્ઠલભાઇ બારૈયા અને  સંજયભાઇ ચુડાસમા સહિતના જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application