રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને નશાના નેટવર્કને તોડી પાડવામાં મહત્વની સફળતા સાંપડી છે. એસઓજીની ટીમે શહેરની ભાગોળે રાજકોટ અમદાવાદ હાઈવે પર બામણબોર નજીકથી શંકાસ્પદ ટ્રક અટકાવ્યો હતો. ટ્રકમાં સ્ટીલના પાઇપની આડમાં ગાંજાના મોટા જથ્થાની હેરફેર થઈ રહી હતી. પોલીસે ટ્રકમાં તપાસ કરતા અંદરથી પિયા ૧.૦૨ કરોડની કિંમતનો ૨૦૪.૯૦૦ ગ્રામ ગાંજાનો
જથ્થો મળી આવ્યો હતો. ગાંજાના જથ્થા સાથે બે ટ્રકચાલકની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં રાજકોટના જંગલેશ્વર રહેતા રમીઝ ઉર્ફે માયો નામના શખસે મંગાવ્યો હતો અને મૂળ રાજકોટના રાજકોટના હડાળા ગામે રહેતા અમીત ઉર્ફે ગુરખાએ ઓરિસ્સાથી આ જથ્થો ટ્રકમાં મોકલ્યો હતો. પોલીસે ગાંજાનો આ જથ્થો ટ્રક સહિત પિયા ૧.૫૫ કરોડનો મુદ્દામાલ કબજે કરી ગાંજાની હેરફેરમાં સામેલ અન્ય બંને શખસોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
પોલીસે સૂત્રોએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે દા–ડ્રગ્સ સહિતના નશાનો વેપલો કરતી ટોળકી રાત્રિના સમયે હેરાફેરી કરતી હોય છે પણ ઝડપાયેલી ટોળકી અલગ મોડસ ઓપરેન્ડીથી કામ કરતી હતી. રાત્રીના સમયે પોલીસ એકંદરે અલગ અલગ પોઇન્ટ પર તમામ વાહનો ચેક કરતી હોય ઝડપાયેલી ટોળકી દિવસ દરમિયાન સૂર્ય આથમે તે પૂર્વે જ જે–તે શહેરમાં વાહન ઘુસાવી દેતી હતી જેથી તેઓ પોલીસના ચેકીંગમાંથી બચી જતાં હતા.
શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલીક, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઈમ બી.બી. બસીયા દ્રારા શે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત શહેરમાં માદક પદાર્થની હેરફેર અને સેવન કરનાર શખસો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. જે સૂચનાના અનુસંધાને એસઓજી પીઆઇ એન.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી.વી. ચુડાસમા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એવી માહિતી મળી હતી કે, રાજકોટ અમદાવાદ હાઈવે પરથી પસાર થનાર ટ્રકમાં મોટા પ્રમાણમાં માદક પદાર્થના જથ્થાની હેરફેર થઈ રહી છે જે બાતમીના આધારે રાજકોટ અમદાવાદ હાઈવે પર બામણબોર પાસે વોચ ગોઠવી હતી.
દરમિયાન ટ્રક નંબર જીજે ૩ બીવી ૫૧૧૨ પસાર થતાં પોલીસે આ ટ્રક અટકાવ્યો હતો. ટ્રકમાં તપાસ કરતા અંદર સ્ટીલના પાઇપનો જથ્થો જોવા મળ્યો હતો પરંતુ બાતમી દ્રઢ હોય જેથી પોલીસે સઘન તપાસ કરતા અંદરથી ૨૦૪.૯૦૦ કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે ટ્રક ચાલક મહંમદ ઉર્ફે કાળો હત્પસેનભાઇ ઉર્ફે કડી બાપુ સર્વદી (ઉ.વ.૨૬ રહે. બાપાસીતારામ ચોક ઉપલેટા) અને અરબાઝ સલીમભાઈ સંધી (ઉ.વ.૨૭ રહે. ભગવતીપરા સેફી પાર્ક બ્લોક નંબર ૨૩) ને ઝડપી લઈ પિયા ૧.૦૨ કરોડની કિંમતનો ગાંજાનો આ જથ્થો મોબાઈલ ફોન, ટ્રક સ્ટીલના પાઇપ સહિત . ૧,૫૫,૭૩,૭૩૦ નો મુદ્દામાલ કબજે કર્યેા હતો.
ગાંજાના મોટા જથ્થા સાથે ઝડપાયેલા બંને શખસોની પૂછતાછ કરતા ગાંજાનો આ જથ્થો જંગલેશ્વરમાં રહેતા રમીઝ ઉર્ફે માયો રજાકભાઈએ મંગાવ્યો હોવાનું અને ઓરિસ્સાથી ગાંજાનો આ જથ્થો હડાળા ગામે મોરબી રોડ પર રહેતા અમિત ઉર્ફે ગુરખો નામના શખસે મોકલ્યાનું માલુમ પડું હતું. જેથી પોલીસે ચારેય શખસો સામે એરપોર્ટ પોલીસ મથકમાં એનડીપીએસ એકટની કલમ હેઠળ ગુનો દાખલ કરાવી રમીઝ ઉર્ફે માયો અને અમીત ઉર્ફે ગુરખાને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. માદક પદાર્થની હેરફેરમાં સામેલ અમિત ઉર્ફે ગુરખો અને રમીઝ ઉર્ફે માયો અગાઉ એનડીપીએસના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયા હોવાનું માલુમ પડયું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application