રાજકોટ રેન્જ આઇ.જી અને જિલ્લા એસપી દ્વારા રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં થયેલ ચોરી ઘરફોર ચોરીના અનડીટેક ગુનાઓના ભેદ ઉકેલવા અને આરોપીઓને ઝડપી લેવા કરેલા આદેશના પગલે નાયબ પોલીસ અધિક્ષક ની સૂચના હતી ગોંડલ તાલુકા પોલીસ મથકના પી.આઈ સહિતની ટીમે તસ્કર ગેંગના આઠ શખ્સોને ઝડપી લેતા ભોજપરા તેમજ બીલીયાળા ગામની બે ચોરીના ભેદ ઉકેલવામાં સફળતા સાંપળી હતી.
પોલીસ સુત્રો માંથી મળતી વિગતો મુજબ રેન્જ આઈ.જી અશોકકુમાર યાદવ તેમજ જિલ્લા એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં થયેલ ગુનાઓ તેમજ અનડિટેક ગુનાઓના ભેદ ઉકેલ આરોપીઓને ઝડપી લેવા કરેલા આદેશના પગલે ગોંડલ નાયબ પોલીસ અધિક્ષક કેજી ઝાલા ના માર્ગદર્શન હેઠળ ગોંડલ તાલુકા પોલીસ મથકના પીઆઇ વીએમ ડોડીયા અને ટીમ વિસ્તાર પેટ્રોલિંગમાં નીકળ્યા હતા.
તે દરમિયાન મળેલ ચોક્કસ બદલીના આધારે ગોંડલ પંથકના ભોજપરા માં 10 માસ પૂર્વે જલારામ જીન ના બંધ ગોડાઉન માંથી અંદાજે 100000 ની કિંમતના ઘઉં ની ચોરી તેમજ બીલીયાળા માં સોલાર કેબલ ના 281 બંડલ સોલાર કેબલની તેમજ કંપનીમાંથી કુલ ૧૪ લાખની માતા ની ચીજ વસ્તુ ની ચોરીમાં સંડોવાયેલ તસ્કર ગેંગના આઠ સભ્યોને ઝડપી લેવામાં આવ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓમાં રોહિત છગનભાઈ બોરીચા રહે બીલીયાળા કુમાર કુરજીભાઈ પરમાર રહે ગોંડલ વિશાલ ઉર્ફે નાનું રમેશભાઈ સાકરીયા રહે બીલીયાળા જીગર દિલીપભાઈ આંબેડકર નગર સાપર વિરમદેવસિંહ કિશોરસિંહ જાડેજા આંબેડકર નગર સાપર સંજય લાલો મહેશભાઈ પરમાર રહે સાપર વેરાવળ આશિષ ઘનશ્યામ શાહ માઇક્રો ગેટ સાપર રમજાન અલીભાઈ કારવા રહે સર્વોદય સોસાયટી શાપર વેરાવળ વાળાને ઝડપી લીધા હતા.
પકડાયેલ આઠ આરોપીઓની ધરપકડ કરી ચોરીમાં ગયેલ મુદ્દામાલ કબજે કરવા માટે પૂછપરછ તેમજ રિમાન્ડ મેળવવા અદાલતમાં રજૂ કરાતા કોર્ટે આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
આ અંગેની કામગીરીમાં પીઆઇ વીએમ ડોડીયા પીએસઆઇ આર આર સોલંકી, પ્રતાપસિંહ, ધર્મેન્દ્રસિંહ, અજીતસિંહ, રવિરાજસિંહ,પૃથ્વીસિંહ, આર.એચ બોહરા જયદીપસિંહ, પરેશભાઈ, જયદીપભાઇ, રાજેન્દ્રસિંહ, ભરતભાઈ,સહિતની ટીમ જોડાઈ હતી.