BREAKING NEWS

આઇપીએલની મેચ પર મોબાઇલ આઇડી મારફત સટ્ટો રમતા બે વેપારીઓ ઝડપાયા

  • May 08, 2026 09:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ આઈપીએલની મેચ પર મોબાઈલ આઇડી મારફત ક્રિકેટ સટ્ટો રમતા બે શખસોને પોલીસે ઝડપી લઈ તેની સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
એલસીબી ઝોન-૨ પીએસઆઈ આર.એચ.ઝાલા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ ધર્મરાજસિંહ ઝાલા, હેમેન્દ્રભાઈ વાધિયા, શકિતસિંહ ગોહિલને રામકૃષ્ણનગર મેઈન રોડ નરશી મહેતા ગાર્ડન પાસે ઠક્કર લસ્સી પાસે ઉભેલ
ચિરાગ નરેન્દ્ર ખખ્ખર નામનો માણસ પોતાના મોબાઈલ ફોનમાં ગેર્મીંગ આઈડી મારફતે મોબાઈલ ફોનમાં સોદાઓ કરી જુગાર રમે છે, તેવી મળેલ ચોક્કસ બાતમીના આધારે ટીમે દરોડો પાડી તે શખ્સને અટકમાં લઈ નામ પૂછતાં પોતાનું નામ ચિરાગ નરેન્દ્ર ખખ્ખર (ઉ.વ.૪૫, ધંધો વેપાર રહે. જલારામ ચોક ગાયત્રીનગર શેરી નં.પ ભકિતનગર સર્કલ પાસે) હોવાનુ જણાવેલ હતું. પોલીસે મોબાઇલ જોતા આ શખસ આઈડી મારફત આઈપીએલની મેચ પર સટ્ટો રમતો હોવાનું માલુમ પડયું હતું. જેવી તેની સામે કાર્યવાહી કરી હતી. જયારે પીસીબી પીઆઈ એમ.આર ગોંડલીયાની રાહબરીમાં એએસઆઈ ધનશ્યામસિંહ ચૌહાણ અને હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ રાણા સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે એરપોર્ટ ફાટકથી હનુમાન મઢી ચોક તરફ જતા બગીચા પાસે ફૂટપાવ ઉપર ક્રિકેટ સટ્ટો રમતા શખ્સને અટક કરી તેનું નામ પૂછતા પોતાનું નામ એજાજ ઈસ્માઈલ ભાડુલા (૩૪), (ધંધો, શાકભાજીનો વેપાર, રહે મોચી બજાર ચામડીયા ખાટકીવાસ) હોવાનું જણાવ્યું હતું. પીસીબીની ટીમે તેની પાસે રહેલ મોબાઈલ ચેક કરતા તેમાં આઈડીમાં આઈપીએલ સિરીઝની લખનઉ અને બેંગ્લોટ વચ્ચેની ક્રિકેટ મેચમાં ટિ સટ્ટો રમતો હોવાનું સામે આવતા એજાજ ભાડુલાની ધરપકડ કરી આઈડી આપનાર બુકીનું નામ ખોલાવવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application