જામનગરના નુરી ચોકડી પાસે યુવાન પર છરીથી હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યાની બે શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી છે, ઇન્સ્ટાગ્રામમાં થયેલ ઝઘડા બાબતે વાતચીત કરવા ભેગા જતા મામલો ઉગ્ર બન્યો હતો.
જામનગરના લંઘાવડના ઢાળીયે આરબ ફળીમાં રહેતા વેપાર કરતા હનીફ ગુલમામદ હુશેન ઢેમ (ઉ.વ.૩૭) નામના યુવાને ગઇકાલે સીટી-એ ડીવીઝનમાં કાલાવડ નાકા બહાર રહેતા ફૈઝાન યુનુસ સોલંકી અને પટણીવાડ પુરબીયા ખડકી પાસે રહેતા નાયઝ મુસ્તુફા છડીદાર નામના બે શખ્સો વિરુઘ્ધ જુદી જુદી કલમ મુજબ ફરીયાદ નોંધાવી હતી.
ફરીયાદીના દિકરા સાજીદના મિત્ર મહમદ મહેબુબ શાહમદારને આરોપી ફૈઝાન સાથે ઇન્સ્ટાગ્રામમાં ઝઘડો થયો હતો, જે બાબતે ફૈઝાન સાથે ફરીયાદીનો દિકરો તથા મહમદ મહેબુબ ગત તા. ૨૦ના નુરી ચોકડી પાસે વાતચીત કરવા જતા બંને આરોપીઓ આ બાબતે ઉશ્કેરાઇ ફરીયાદીના દિકરા તથા સાહેદ મહમદ મહેબુબ સાથે બોલાચાલી અને ગાળાગાળી કરી હતી તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો.
દરમ્યાન આરોપી નાયઝે છરીનો એક ઘા સાજીદને માથાની પાછળ ઝીંકી દઇ ઇજા પહોચાડી એકબીજાને મદદગારી કરી હતી, ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.