BREAKING NEWS

ધારી-બગસરા રોડ પર ગમખ્વાર અકસ્માત, બે બાઇક સામસામે ધડાકાભેર અથડાતા બે યુવકના મોત; ત્રણને ગંભીર ઇજા

  • January 30, 2026 04:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમરેલી જિલ્લાના ધારી-બગસરા હાઈવે પર આજે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. હામાપુર ગામ નજીક બાઈક અને મોપેડ સામસામે ધડાકાભેર અથડાતા બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની તીવ્રતા એટલી વધુ હતી કે બંને વાહનોના કચ્ચરઘાણ વળી ગયા હતા.


અકસ્માત બાદ માર્ગ પર અફરાતફરી મચી ગઈ

પ્રાપ્ત માહિતી મુજબ, ધારી-બગસરા રોડ પર હામાપુર નજીક પસાર થઈ રહેલા બાઈક અને મોપેડ વચ્ચે કોઈ અજાણ્યા કારણોસર સામસામે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં પ્રવીણ વલ્લભદાસ અને દિનુ બ્લોચ નામના બે વ્યક્તિઓનું દુઃખદ મૃત્યુ થયું હતું. અકસ્માત બાદ માર્ગ પર અફરાતફરી મચી ગઈ હતી અને આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.


ત્રણ ઈજાગ્રસ્તોની હાલત ગંભીર

સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવા અને પોલીસને જાણ કરી હતી. એમ્બ્યુલન્સ દ્વારા તમામ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે ધારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ત્રણ ઈજાગ્રસ્તોની હાલત ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે.


પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો

ઘટનાની જાણ થતાં જ ધારી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે અને સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માત સ્થળે તપાસ કરી ટ્રાફિક વ્યવસ્થા પુનઃસુચારુ બનાવી હતી. તેમજ, મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા.


પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધ્યો

પોલીસ દ્વારા અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માત કેવી રીતે અને કયા કારણોસર સર્જાયો તે અંગે તપાસ ચાલી રહી છે. આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. સ્થાનિક લોકો દ્વારા હાઈવે પર વધતા અકસ્માતોને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને તંત્ર પાસે માર્ગ સુરક્ષા વધારવાની માંગ કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application