માંગરોળના શેરીયાજબારા દરિયામાં ડૂબી જતા બે યુવકોના મોત
માંગરોળના શેરીયાજબારા દરિયામાં ડૂબી જતા બે યુવકોના મોત
October 17, 2026 10:33 AM
માંગરોળના શેરીયાજ બારા ગામ નજીક નાની હોડી ડૂબી જતા બે માછીમાર યુવકોના મોત નીપજ્યા હતા. મરીન પોલીસે ડૂબી જવાની ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ માંગરોળના શેરીયાજ બારા ગામ નજીક દરિયામાં બોટ ડૂબી જવાની ઘટના બની હતી. જેમાં ચાંદ હુસેનભાઇ ઇસબાની અને અલ્તાફ આસમ ભેંસળીયા બે યુવકો ડૂબી જતા અરેરાટી ફેલાઈ હતી. ઘટનાની જાણ થતા લોકોના ટોળા એકઠા થયા હતા અને ગ્રામજનોના સહયોગથી દરિયામાં રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ કેશોદ ફાયરની ટીમ દ્વારા સ્થળ પર પહોંચી યુવાનોની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ બંનેના મૃતદેહ મળ્યા હતા. માંગરોળ મરીન પોલીસે બંને યુવકોના મૃતદેહ પીએમ અર્થે ખસેડ્યા છે. હોઙી ક્યાંક સંજોગોમાં ડૂબી અને યુવકના મોત પાછળ શું કારણ છે તે અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ તો માંગરોળ મળીને પોલીસે દરિયામાં કોઈ પણ કારણોસર ડૂબી જતાં બે માછીમાર યુવકોના મોત થયા અંગે અમોત નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.