યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા લેવાયેલી સિવિલ સર્વિસ પરીક્ષા 2025નું અંતિમ પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ વર્ષે રાજસ્થાનના કોટાના અનુજ અગ્નિહોત્રીએ સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ મેળવીને ટોપ કર્યું છે. આ પરિણામોમાં કુલ 958 ઉમેદવારો વિવિધ વહીવટી સેવાઓ માટે ક્વોલિફાય થયા છે.

ટોપર્સની યાદી અને મહિલાઓનું વર્ચસ્વ
જાહેર થયેલા પરિણામો મુજબ, ટોપ 10 ઉમેદવારોમાં 3 છોકરીઓએ સ્થાન મેળવ્યું છે, જે સ્ત્રી સશક્તિકરણની દિશામાં મજબૂત કદમ દર્શાવે છે. અનુજ અગ્નિહોત્રીએ તેમની મહેનતથી દેશના સર્વોચ્ચ વહીવટી પદ માટે પસંદગી મેળવી છે. તમામ ઉમેદવારો પોતાના પરિણામ સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જોઈ શકે છે.
IAS અને અન્ય સેવાઓ માટે પસંદગી઼
આ વર્ષે કુલ 180 ઉમેદવારોની સીધી IAS (Indian Administrative Service) માટે પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત IFS, IPS અને ગ્રુપ-A તેમજ ગ્રુપ-B સેવાઓ માટે બાકીના ઉમેદવારોની ભલામણ કરવામાં આવી છે. કેટેગરી વાઈઝ ક્વોલિફાય થયેલા ઉમેદવારોમાં જનરલ, OBC, SC, ST અને EWS વર્ગના પ્રતિભાશાળી યુવાનોનો સમાવેશ થાય છે.