યુએસ આર્મીનું સી હોક હેલિકોપ્ટર ક્રેશ,3 ક્રૂનો બચાવ, એક લાપતા
યુએસ આર્મીનું સી હોક હેલિકોપ્ટર ક્રેશ,3 ક્રૂનો બચાવ, એક લાપતા
July 02, 2026 04:34 AM
અમેરિકામાં સૈન્ય કાફલામાં મહત્વના ગણાતા એમ એચ 60એએસ સી હોક હેલિકોપ્ટને આજે એક દુર્ઘટના નડી હતી અને અરબી સમુદ્રમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન ક્રેશ થઈ ગયું હતું. હેલિકોપ્ટરમાં ચાર ક્રૂ સભ્ય હતા જેમાંથી 3ને બચાવી લેવામાં આવ્યા છે જયારે એક હજુ લાપતા હોવાનું સુત્રોએ જાહેર કર્યું છે. જેમની શોધખોળ ચાલી રહી હોવાનું સુત્રોએ ઉમેર્યું હતું.યુએસ નેવીના 5મા ફ્લીટ અનુસાર, આ ઘટના કોઈ દુશ્મન રાષ્ટ્ર દ્વારા કરવામાં આવેલા હુમલાનું પરિણામ નહોતી. હેલિકોપ્ટર યુએસએસ જ્યોર્જ એચ.ડબલ્યુ. બુશ એરક્રાફ્ટ કેરિયર પર તૈનાત હતું. આ અકસ્માત સ્થાનિક સમયે સવારે 3:30 વાગ્યે થયો હતો. હેલિકોપ્ટરમાં ચાર ક્રૂ સભ્યો સવાર હતા. તેમાંથી ત્રણ ઘાયલ થયા હતા અને તેમને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે એક ગુમ છે.સી હોક હેલિકોપ્ટર ટીમો ગુમ થયેલા ક્રૂ મેમ્બરને શોધી રહી છે.અકસ્માત થવાની કારણ હજુ સામે આવ્યું નથી. સી હોક એક ટ્વીન-એન્જિન હેલિકોપ્ટર છે જેનો ઉપયોગ ખાસ લશ્કરી કામગીરી, શોધ અને બચાવ કામગીરી, સબમરીન વિરોધી યુદ્ધ અને કાર્ગો લિફ્ટ માટે થાય છે. યુએસ આર્મીએ ૧૯૭૯માં યુએચ-60 બ્લેક હોકને પોતાના કાફલામાં સામેલ કર્યું. ૧૯૮૩માં નૌકાદળને એસએચ-60બી સી હોક અને ૧૯૮૮માં એસએચ-60એફ પ્રાપ્ત થયા. એમએચ-60એસ નું પહેલું ઓપરેશનલ સ્ક્વોડ્રન ગુઆમ સ્થિત હેલિકોપ્ટર કોમ્બેટ સપોર્ટ સ્ક્વોડ્રન ફાઇવ હતું.