BREAKING NEWS

ટ્રમ્પ સરકારને કોર્ટનો મોટો ઝટકો: H-1B વિઝા પર 1,00,000  ડોલર ફી વધારવાનો નિર્ણય રદ, હજારો ભારતીયને મળી મોટી રાહત

  • June 09, 2026 10:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



અમેરિકી ફેડરલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો


બોસ્ટનની એક ફેડરલ કોર્ટના જજ લિયો સોરોકિને આ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે રાષ્ટ્રપતિ પાસે આ પ્રકારનો મોટો નાણાકીય ટેક્સ લાદવાનો કોઈ કાનૂની અધિકાર નથી. અમેરિકી બંધારણ મુજબ કોઈ પણ નવો ટેક્સ લાગુ કરવા માટે સંસદ એટલે કે યુએસ કોંગ્રેસની મંજૂરી મેળવવી અનિવાર્ય છે.

મંજૂરી વગર લેવાયેલો આ વહીવટી નિર્ણય સંપૂર્ણ પણે ગેરકાનૂની છે.ભારતીય એન્જિનિયરો અને આઈટી કંપનીઓને મોટો ફાયદોદર વર્ષે અમેરિકા જતા હજારો ટેકનિકલ નિષ્ણાતો અને વિદ્યાર્થીઓને આનાથી સીધો લાભ થશે. 100,000  ડોલર જેટલી ભારે રકમના કારણે અમેરિકી કંપનીઓ વિદેશી કર્મચારીઓની ભરતી કરવાથી પાછળ હટી રહી હતી.વિઝા ફી હવે ફરીથી સામાન્ય સ્તર પર આવી જશે જેથી આઈટી કંપનીઓ માટે પ્રતિભાઓને નોકરી પર રાખવાનું સરળ બનશે.વિઝા મેળવવાની પ્રક્રિયામાં જે મોટો ઘટાડો નોંધાયો હતો, તે હવે ફરી પાટા પર આવે તેવી આશા છે.


શું હતો ટ્રમ્પ પ્રશાસનનો તર્ક?
ટ્રમ્પ સરકારનો દાવો હતો કે H-1B વિઝા પ્રોગ્રામનો દુરુપયોગ થઈ રહ્યો છે અને તેના કારણે સ્થાનિક અમેરિકનોની રોજગારી છીનવાઈ રહી છે. આ ફી વધારા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય વિદેશી કર્મચારીઓની ભરતી મોંઘી કરીને તેને મર્યાદિત કરવાનો હતો. જોકે, કોર્ટના આ આદેશ બાદ સરકાર આ ચુકાદાને ઉપલી અદાલતમાં પડકારી શકે છે, પરંતુ હાલ પૂરતો આ વિવાદિત નિયમ સંપૂર્ણપણે સ્થગિત થઈ ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application