ભારતના ઓપરેશન સિંદૂર પહેલા અને પછી, અમેરિકા ફરી એકવાર પોતાનું વલણ બતાવી રહ્યું છે. તે ઘણીવાર ઘણી વખત પાકિસ્તાનને ટેકો આપતા જોવા મળે છે. પ્રથમ, તેમણે ગેરકાયદેસર રીતે અમેરિકા ગયેલા ભારતીયોને અપમાનજનક અને બળજબરીથી દેશનિકાલ કર્યા. પછી તેણે ભારત પર ભારે ટેરિફ લાધો અને ભારતના દુશ્મન પાકિસ્તાન માટે આઇએમએફ પાસેથી કથિત રીતે લોન મેળવી. પાકિસ્તાનને શક્રો પૂરા પાડવામાં પણ અમેરિકાનો હાથ હોવાનું માનવામાં આવે છે. દર વર્ષે હજારો ભારતીયો પોતાના સપનાઓ સાથે અમેરિકા જાય છે. પરંતુ, ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્ર્રપતિ બન્યા બાદથી ભારતીયોની સમસ્યાઓ સતત વધી રહી છે. નવી સમસ્યા નવા નિયમને લગતી છે.
અમેરિકામાં એક નવો કાનૂની મામલો સામે આવ્યો છે. આનાથી હજારો ભારતીય ગ્રીન કાર્ડ ધારકોને અસર થઈ શકે છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે ફેડરલ કોર્ટને જણાવ્યું છે કે, એટર્ની જનરલ પાસે કોઈપણ સમયે વ્યકિતનું ગ્રીન કાર્ડ રદ કરવાનો અધિકાર છે. ગ્રીન કાર્ડ જારી થયાને ઘણા વર્ષેા કે દાયકાઓ વીતી ગયા હોય તો પણ ગ્રીન કાર્ડને એલપીઆર (કાયદેસર કાયમી નિવાસી) સ્થિતિ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ કાનૂની મુદ્દો ન્યુ જર્સીના ઇમામ મોહમ્મદ કતાનીના કિસ્સામાં પ્રકાશમાં આવ્યો છે. ૨૦૦૬માં કતાનીને ગ્રીન કાર્ડ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. તેના પર પ્રતિબંધિત સંગઠન સાથે સંબંધો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જોકે, આ આરોપો સાબિત થઈ શકયા નથી. આ ઘટના બાદ ભારતીય સમુદાય સહિત ઘણા ઇમિગ્રન્ટ સમુદાયોમાં ભયનું વાતાવરણ છે. લોકોને લાગે છે કે ગ્રીન કાર્ડ હવે સુરક્ષિત નથી.
ડીઓજેના એટર્ની લિન્ડસે મર્ફીએ જણાવ્યું હતું કે એટર્ની જનરલ પાસે ગમે ત્યારે ગ્રીન કાર્ડ રદ કરવાનો અધિકાર છે. જો વહીવટી પ્રક્રિયા પૂર્ણ ન થઈ હોય, તો ગ્રીન કાર્ડ જારી થયાને કેટલો સમય વીતી ગયો તેનાથી કોઈ ફરક પડતો નથી. યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ૧૦ કે ૨૦ વર્ષ પછી પણ ગ્રીન કાર્ડ રદ કરી શકાય છે, ત્યારે મર્ફીએ કહ્યું કે નિયમમાં કોઈ સમય મર્યાદા નથી. આનો અર્થ એ થયો કે ૩૦–૪૦ કે ૫૦ વર્ષથી અમેરિકામાં રહેતા ઇમિગ્રન્ટસને પણ આમાં કોઈ રાહત મળી શકશે નહીં.
એવું માનવામાં આવે છે કે જો દસ્તાવેજોમાં વહીવટી ભૂલો જોવા મળે છે, તો ગ્રીન કાર્ડ જારી થયા પછી પણ ગમે ત્યારે રદ કરી શકાય છે. કાયદાકીય નિષ્ણાતોએ ડીઓજેના આ વલણ પર ચિંતા વ્યકત કરી છે. કતાનીના વકીલ ડેવિડ આઇઝેકસનએ જણાવ્યું હતું કે સરકારે પહેલા નિર્ણય સામે ૩૦ દિવસની અંદર અપીલ કરવી જોઈતી હતી. જો સરકારે આમ ન કયુ હોય, તો પહેલો નિર્ણય માન્ય ગણવો જોઈએ.
કોર્નેલ લો સ્કૂલના ઇમિગ્રેશન કાયદાના પ્રોફેસર સ્ટીફન યેલ–લોહરના મતે, છેતરપિંડી અથવા ગુનાહિત પ્રવૃત્તિ જેવા કારણોસર ગ્રીન કાર્ડ રદ કરી શકાય છે. પરંતુ, ફકત ટેકનિકલ ભૂલોના આધારે ગ્રીન કાર્ડ અનિશ્ચિત સમય માટે રદ કરવાની વાત કયારેય સાંભળવામાં આવી નથી. આનાથી કાયમી રહેઠાણની સ્થિરતા જોખમાઈ શકે છે.
દેશનિકાલ ફકત આતંકવાદ જેવા કિસ્સાઓમાં જ થતો હતો
ગ્રીન કાર્ડ ધારકો યુ.એસ. નાગરિકો જેવા જ ઘણા અધિકારોનો આનદં માણે છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં તેમને દેશનિકાલનો સામનો કરવો પડી શકે છે. સામાન્ય રીતે, આ કેસોમાં ગુનાહિત વર્તન અથવા ઇમિગ્રેશન કાયદાના ઉલ્લંઘનનો સમાવેશ થાય છે. જો વિદેશી નાગરિકો આતંકવાદી જૂથોને ટેકો આપે છે અથવા તેમની સાથે સંકળાયેલા છે, તો તેઓ પણ તેમના વિઝા ગુમાવી શકે છે. જોકે, આ માટે સરકારે નક્કર પુરાવા રજૂ કરવા પડશે.
ગ્રીન કાર્ડ રદ થવાના કારણો શું છે?
ઇમિગ્રેશન એટર્ની અને કોર્ટના દસ્તાવેજો અનુસાર, ગ્રીન કાર્ડ રદ થવા પાછળ અરજી પ્રક્રિયા દરમિયાન ખોટી માહિતી આપવી અથવા છેતરપિંડી કરવી. ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ થવું અને છુપાવવું. ગ્રીન કાર્ડ ધારકોને વહીવટી ભૂલોને કારણે તેમનો દરો રદ થવાનું જોખમ રહે છે, ભલે તેઓ વર્ષેાથી કાયદેસર રીતે રહેતા હોય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપંજાબ-હરિયાણા હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વકીલો પાસે પરિસર ખાલી કરાવાયું
May 22, 2025 02:53 PM૨૫૦ રાજીનામા મંજુર કરો ને ભરતી શરૂ કરો:મનપા સામે સફાઇ કામદારોના યુનિયન મેદાને
May 22, 2025 02:49 PMરૈયામાં સમાધાન માટે બોલાવી યુવક પર ધોકા વડે હુમલો: મિત્રોને પણ મારમાર્યો
May 22, 2025 02:45 PMED બધી હદો પાર કરી મર્યાદા ઓળંગી રહી છેઃ સુપ્રીમ કોર્ટની ઈડીને ફટકાર
May 22, 2025 02:45 PMરોકાણકારોને અમેરીકાએ ટેન્શન આપ્યું: સેન્સેક્સ 1005, નિફ્ટી 304 પોઈન્ટ ડાઉન,
May 22, 2025 02:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech