BREAKING NEWS

 અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો નવો આદેશ: AI મોડલ રિલીઝ કરતા પહેલા સરકાર ૩૦ દિવસ સુધી કરશે કડક ચેકિંગ!

  • June 04, 2026 01:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ  ની દુનિયામાં સુરક્ષાને લઈને અમેરિકા સરકારે એક મોટું અને ઐતિહાસિક પગલું ભર્યું છે. યુએસ (US) રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુગલ, ઓપનએઆઈ (OpenAI) અને એન્થ્રોપિક (Anthropic) જેવી વિશ્વની દિગ્ગજ ટેક કંપનીઓ માટે એક નવા 'એઆઈ એક્ઝિક્યુટિવ ઓર્ડર' પર હસ્તાક્ષર કર્યા છે. આ નવા આદેશનો મુખ્ય હેતુ શક્તિશાળી AI મોડલ્સ સામાન્ય જનતા માટે ઉપલબ્ધ થાય તે પહેલા તેની સાયબર સુરક્ષાની ચકાસણી કરવાનો છે.


૩૦ દિવસ સુધી સરકારી એજન્સીઓ કરશે ટેસ્ટિંગ
નવા આદેશ અનુસાર, કોઈપણ શક્તિશાળી કે નવું AI મોડલ સાર્વજનિક રીતે લોન્ચ કે રિલીઝ થાય તે પહેલાં, અમેરિકાની ફેડરલ એજન્સીઓ સતત ૩૦ દિવસ સુધી તેનું ગહન પરીક્ષણ કરશે. ટેક કંપનીઓ માટે આ એક મોટી રાહતના સમાચાર છે, કારણ કે અગાઉના ડ્રાફ્ટ પ્રસ્તાવમાં સરકારને આ મોડલ્સની સમીક્ષા કરવા માટે ૯૦ દિવસનો સમય આપવાની જોગવાઈ હતી.



કોઈ જબરદસ્તી નહીં, કંપનીઓ પોતાની મરજીથી જોડાશે
આ એક્ઝિક્યુટિવ ઓર્ડરની સૌથી મોટી વિશેષતા એ છે કે સરકાર કોઈપણ એઆઈ કંપની પર આ નિયમ જબરદસ્તીથી થોપી રહી નથી. આ એક સંપૂર્ણપણે સ્વૈચ્છિક પ્રક્રિયા (Voluntary Arrangement) છે, જેમાં એઆઈ ડેવલપર્સ પોતાની સ્વેચ્છાએ સરકારી એજન્સીઓને પોતાના એડવાન્સ મોડલ્સનું વહેલું એક્સેસ (Early Access) આપવાનો વિકલ્પ પસંદ કરી શકે છે.સરકારી સેવાઓમાં AI ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગટ્રમ્પે યુએસ સરકારની વિવિધ એજન્સીઓને એવો પણ આદેશ આપ્યો છે કે તેઓ રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર સેવાઓ સાથે જોડાયેલા ક્ષેત્રોમાં અદ્યતન એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ વધારે. આ યોજના અંતર્ગત ગ્રામીણ હોસ્પિટલો, લોકલ બેંકો, તેમજ વીજળી અને પાણી પૂરું પાડતી સ્થાનિક ઉપયોગિતા


સેવાઓમાં એઆઈ ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે.
ટેક દિગ્ગજોએ આ નિર્ણયને આવકાર્યોવિશ્વની મોટી ટેક કંપનીઓએ આ સરકારી નિર્ણય સામે સકારાત્મક વલણ દાખવ્યું છે
માઈક્રોસોફ્ટ (Microsoft):- કંપનીના પ્રેસિડેન્ટ બ્રેડ સ્મિથે જણાવ્યું કે, આ આદેશ ઇનોવેશનને પ્રોત્સાહન આપવાની સાથે જનતાની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું એક મહત્વપૂર્ણ પગલું છે.



ઓપનએઆઈ (OpenAI):-સીઈઓ સેમ ઓલ્ટમેને ભારપૂર્વક કહ્યું કે, આ આદેશ ટેકનોલોજીના વિકાસ અને સુરક્ષા વચ્ચે એક સાચું સંતુલન (Balance) જાળવશે.


ગુગલ (Google):- ક્રેન્ટ વોકરે આ ઓર્ડરને ભવિષ્યની ટેકનોલોજી માટે એક અત્યંત મહત્વનું કદમ ગણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News