BREAKING NEWS

ઈરાનના બંદરો પર અમેરિકાની જડબેસલાક નાકાબંધી, ૭૫ સમુદ્રી જહાજ પાછાં વાળ્યાં

  • August 28, 2026 02:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઈરાન સામે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે અમેરિકાએ તેની સમુદ્રી નાકાબંધી અંગે મોટો દાવો કર્યેા છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના કમાન્ડર એડમિરલ બ્રેડ કૂપરે જણાવ્યું હતું કે ઈરાન સામે નાકાબંધી ફરી લાગુ કરવામાં આવ્યા પછી અમેરિકાની મંજૂરી વિના કોઈ જહાજ ઈરાનના કોઈ બંદરમાં પ્રવેશી શકયું નથી કે ત્યાંથી બહાર નીકળી શકયું નથી. નાકાબંધી તોડવાનો પ્રયાસ કરનારા ૭૫ જહાજોને અમેરિકન દળોએ પાછાં વાળી દીધાં છે.
કૂપરના જણાવ્યા પ્રમાણે આ કામગીરીમાં ૨૦થી વધુ યુદ્ધજહાજો, સેંકડો લશ્કરી વિમાનો અને હજારો અમેરિકન સૈનિકો સામેલ છે. અમેરિકાએ નાકાબંધીના નિર્દેશોનું પાલન નહીં કરનારા ત્રણ જહાજોને નિષ્ક્રિય પણ કર્યા હોવાનો દાવો કર્યેા છે. સમગ્ર મધ્ય પૂર્વ વિસ્તારમાં હાલમાં લગભગ ૫૦ હજાર અમેરિકન સૈનિકો તૈનાત છે.
અમેરિકન સૈન્યના જણાવ્યા પ્રમાણે છેલ્લા કેટલાક મહિનામાં તેણે લગભગ ૧,૫૦૦ વ્યાપારી જહાજોને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી સુરક્ષિત રીતે પસાર કરવામાં મદદ કરી છે. આ જહાજોમાં આશરે ૭૫ કરોડ બેરલ ક્રૂડ ઓઈલ હતું. વિશ્વના ઊર્જા પુરવઠા માટે હોર્મુઝ અત્યતં મહત્વનો માર્ગ હોવાથી અમેરિકા એક તરફ ઈરાન પર નાકાબંધી જાળવી રહ્યું છે અને બીજી તરફ અન્ય દેશોના વ્યાપારી જહાજોની અવરજવર ચાલુ રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે.
કૂપરે એવો પણ દાવો કર્યેા કે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડે આંતરરાષ્ટ્ર્રીય જહાજરાની માર્ગેામાં મૂકેલી સમુદ્રી સુરંગો અમેરિકન દળોએ દૂર કરી દીધી છે.
અમેરિકાએ ૧૩ જુલાઈથી ઈરાનના બંદરો અને જહાજો સામે ફરી નાકાબંધી કડક કરી હતી. તેની સીધી અસર ઈરાનની તેલ નિકાસ પર પડી છે. શિપ ટ્રેકિંગ ડેટા પ્રમાણે મધ્ય જુલાઈ પછી ઈરાની ક્રૂડ લઈને જતા મોટા ટેન્કરો હોર્મુઝ પાર કરતા દેખાયા નથી અને ચીનને ઈરાની તેલનો પુરવઠો પણ નોંધપાત્ર રીતે ઘટો છે. જોકે અમેરિકાના સંપૂર્ણ નિયંત્રણના દાવાની સ્વતત્રં રીતે સંપૂર્ણ પુષ્ટ્રિ થઈ નથી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application