BREAKING NEWS

અમેરિકાએ વિશ્વભરમાં વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરી

  • August 26, 2026 12:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે વિશ્વભરમાં વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરી છે. ભારત સૌથી વધુ પ્રભાવિત થવાની ધારણા છે. ટ્રમ્પ વહીવટીતંત્રે તેના બીજા કાર્યકાળ દરમિયાન યુએસમાં તેની ઇમિગ્રેશન નીતિઓ કડક કરી દીધી છે.યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવકતાએ જણાવ્યું હતું કે તમામ યુએસ દૂતાવાસો અને કોન્સ્યુલેટમાં વૈશ્વિક તાલીમ કાર્યક્રમ શ કરવામાં આવ્યો છે, અને આ તાલીમ માટે વિઝા એપોઇન્ટમેન્ટને સમાયોજિત કરવામાં આવશે.જો કે વિભાગે તાલીમના સમયગાળા વિશે વિગતો આપી નથી, એટલું ઉમેયુ છે કે આ પહેલનો હેતુ કોન્સ્યુલર અધિકારીઓને અરજદારોની વધુ સારી રીતે તપાસ કરવામાં અને યુએસ સરકારી સુવિધાઓ પર નિર્ભર બનવાની સંભાવના ધરાવતા લોકોને ઓળખવામાં મદદ કરવાનો છે.આ પ્રતિબધં એવા સમયે આવ્યો છે યારે ટ્રમ્પ વહીવટીતત્રં વિઝા અને ગ્રીન કાર્ડ રદ કરવા સહિત તેના ઇમિગ્રેશન પ્રતિબંધોને વધુને વધુ કડક બનાવી રહ્યું છે. રોઇટર્સના અહેવાલ મુજબ, અમેરિકાએ તાજેતરમાં રાજકીય મંતવ્યો અને પેલેસ્ટાઇન તરફી વિરોધ પ્રદર્શનોમાં ભાગીદારી સહિતના અનેક આધારો પર અરજીઓ નકારી કાઢી છે. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે આ પગલાં સ્થાનિક સુરક્ષા સુધારવાના હેતુથી છે. જે ભારતીય અરજદારોએ અગાઉ ઇમિગ્રન્ટ અથવા નોન–ઇમિગ્રન્ટ વિઝા માટે ઇન્ટરવ્યુ શેડૂલ કર્યા હતા તેમની નિમણૂકો હવે રદ અથવા મુલતવી રાખવામાં આવી શકે છે. યુએસ સરકારે સ્પષ્ટ્ર કયુ નથી કે આ સસ્પેન્શન અને પ્રતિબધં કેટલો સમય ચાલશે, જેના કારણે ભારતીય અરજદારોને નવી તારીખો મેળવવા માટે વધુ રાહ જોવી પડી શકે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application