ઇરાનના પરમાણું ઠેકાણાનો ખાત્મો કરવા યુએસ 'મધર ઓફ ઓલ બોમ્બ્સ' ઝીંકશે
ઇરાનના પરમાણું ઠેકાણાનો ખાત્મો કરવા યુએસ 'મધર ઓફ ઓલ બોમ્બ્સ' ઝીંકશે
October 16, 2026 10:31 AM
અમેરિકાની ભરપુર દાદાગીરી છતાં ઈરાન ઝૂકવા તૈયાર નથી, બીજી તરફ અમેરિકામાં નવેમ્બરમાં ચુંટણી યોજવા જઈ રહી છે ત્યારે ટ્રમ્પ પોતાનો વીટો પાવર વાપરે તેવી શક્યતા દેખાઈ રહી છે. તાજેતરમાં પેન્ટાગોનની યોજનાથી પરિચિત એક સ્ત્રોતે સિક્રેટ રીવીલ કર્યું હતું કે યુએસ ઈરાન સામે તેના સૌથી મોટા બોમ્બનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સામે લશ્કરી કાર્યવાહી પર પુનર્વિચાર કરી રહ્યા છે. સીએનએનએ આ યોજનાઓથી પરિચિત અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો છે કે પેન્ટાગોન ઈરાનના ઉર્જા માળખા અને પરમાણુ સુવિધાઓ સામે મધર ઓફ ઓલ બોમ્બ્સ તૈનાત કરવાની શક્યતા જોઈ રહ્યું છે.આ મહા સ્ફોટક હથિયારનો ઉપયોગ ઈરાન સામે પહેલાં ક્યારેય થયો નથી. તેની જમાવટ સંઘર્ષને નોંધપાત્ર રીતે વધારી શકે છે. શું મધર ઓફ ઓલ બોમ્બ્સ ઈરાનના પરમાણુ સુવિધાઓને નુકસાન પહોંચાડી શકે છે? તેની વિનાશક ક્ષમતા હોવા છતાં, મધર ઓફ ઓલ બોમ્બ્સ ઈરાનના શંકાસ્પદ ભૂગર્ભ પરમાણુ સુવિધાઓ પર હુમલો કરવા માટે યોગ્ય ન પણ હોય. યોજનાઓથી પરિચિત એક સૂત્રએ એમ પણ જણાવ્યું હતું કે આ શસ્ત્ર ખૂબ ઊંડાણમાં સ્થિત લક્ષ્યોને નષ્ટ કરવા માટે જરૂરી ક્ષમતાથી ઓછું પડી શકે છે.