BREAKING NEWS

ફાઇનાન્સના ધનિકોમાં ઉદય કોટક નંબર વન મુથૂટ પરિવાર અને કામથ બંધુ બીજા નંબર પર

  • August 28, 2026 02:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતનું નાણાકીય ક્ષેત્ર હવે માત્ર બેન્કિંગ અને ધિરાણના વ્યવસાય પૂરતું સીમિત રહ્યું નથી. શેર બ્રોકિંગ, ગોલ્ડ લોન, વેલ્થ મેનેજમેન્ટ, ડિજિટલ પેમેન્ટ અને ફિનટેક જેવા ક્ષેત્રોએ નવા અબજોપતિઓ ઊભા કર્યા છે. બ્લૂમબર્ગે જાહેર કરેલી પ્રથમ ઇન્ડિયા ફાઇનાન્સ રિચ લિસ્ટમાં કોટક મહિન્દ્રા બેન્કના સ્થાપક ઉદય કોટક ૧૬.૪ બિલિયન ડોલરની સંપત્તિ સાથે પ્રથમ ક્રમે રહ્યા છે. ભારતીય ચલણમાં તેમની સંપત્તિ લગભગ . ૧.૫૭ લાખ કરોડ થાય છે.
બીજા ક્રમે મુથૂટ પરિવાર અને ઝેરોધાના સ્થાપક નિતિન તથા નિખિલ કામથ રહ્યા છે. બંને પાસે અલગ અલગ ૯.૯ બિલિયન ડોલરની સંપત્તિ હોવાનું આ યાદીમાં જણાવાયું છે. ભારતીય ચલણમાં આ રકમ આશરે . ૯૪,૬૦૦ કરોડ થાય છે.
ચોથા ક્રમે અજય પિરામલ ૪.૪ બિલિયન ડોલરની સંપત્તિ સાથે છે. મોતીલાલ ઓસવાલ અને રામદેવ અગ્રવાલ પાસે સંયુકત રીતે ૩.૯ બિલિયન ડોલરની સંપત્તિ છે. સંજય અને અલ્પના ડાંગીની સંપત્તિ પણ ૩.૯ બિલિયન ડોલર છે.
યાદીમાં સચિન બંસલ ૩ બિલિયન ડોલર સાથે સાતમા ક્રમે, સંજય અગ્રવાલ ૧.૯ બિલિયન ડોલર સાથે આઠમા, રાજેશ શર્મા ૧.૮ બિલિયન ડોલર સાથે નવમા અને આનદં રાઠી તથા પરિવાર ૧.૭ બિલિયન ડોલરની સંપત્તિ સાથે દસમા ક્રમે રહ્યા છે.
બ્લૂમબર્ગની આ યાદીમાં ભારતીય નાણાકીય સેવા ક્ષેત્ર સાથે જોડાયેલા કુલ ૧૫ લોકો અને પરિવારોની સંપત્તિ ૬૫ બિલિયન ડોલરથી વધુ હોવાનું જણાવાયું છે. છેલ્લા કેટલાક વર્ષેામાં રિટેલ લોનના ઝડપી વિસ્તરણ અને શેરબજારમાં નાના રોકાણકારોની વધેલી ભાગીદારીથી યાદીમાં સામેલ અનેક ધનિકોની સંપત્તિ ઝડપથી વધી છે. ભારતમાં અગાઉ પરંપરાગત બેન્કિંગ અને ધિરાણ કંપનીઓ સંપત્તિ સર્જવાનું મુખ્ય માધ્યમ ગણાતી હતી, પરંતુ હવે ગોલ્ડ લોન, શેર બ્રોકિંગ, વેલ્થ મેનેજમેન્ટ, ડિજિટલ ફાઇનાન્સ અને ફિનટેક પણ અબજો ડોલરની સંપત્તિ સર્જતા ક્ષેત્ર બની ગયા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application