યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કી વચ્ચેની મુલાકાત પૂર્ણ થઈ ગઈ છે. બેઠક પછી, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો અંત લાવવા માટે શાંતિ કરાર ખૂબ નજીક છે. પરંતુ જમીનનો મુદ્દો સૌથી મોટો મુદ્દો છે જેનો ઉકેલ આવવાનો બાકી છે. ટ્રમ્પ પૂર્વી ડોનબાસમાં જમીનનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જેના પર રશિયાએ કબજો કર્યો છે.આ બેઠક પહેલાં, ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે બે કલાકથી વધુ સમય સુધી વાત કરી. ઝેલેન્સ્કી સાથે મુલાકાત પછી, ટ્રમ્પે કહ્યું કે રાષ્ટ્રપતિ પુતિન યુક્રેનને મદદ કરવા માંગે છે. રશિયા યુક્રેનને સસ્તી ઉર્જા અને વીજળી પૂરી પાડવા માંગે છે. ટ્રમ્પે ઝેલેન્સ્કીને કહ્યું કે હવે સમાધાન પર પહોંચવું વધુ સારું રહેશે.ઝેલેન્સકી સાથેની મુલાકાત બાદ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી. આ દરમિયાન ટ્રમ્પે મીડિયાના પ્રશ્નોના જવાબ પણ આપ્યા.
યુક્રેનને ડોનબાસ છોડવું જોઈએ તેવા સવાલના જવાબમાં ટ્રમ્પએ કહ્યું કકે હા, તેઓ તે માંગ કરી રહ્યા છે. આ મામલો ઉકેલવાની જરૂર છે. મને લાગે છે કે આપણે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છીએ. જો કે જમીનનો મુદો હજી જેમનો તેમ છે. તે જમીન, તે જમીનનો કેટલોક ભાગ, લઈ લેવામાં આવ્યો છે. તે આગામી મહિનાઓમાં લઈ શકાય છે. હવે સમાધાન પર પહોંચવું વધુ સારું રહેશે. તેઓ ખૂબ બહાદુરીથી લડ્યા છે અને ખૂબ બહાદુરીથી લડી રહ્યા છે. તેમને ઘણું નુકસાન પણ થયું છે. હવે તેને પૂર્ણ કરવામાં કેટલો સમય લાગશે તેવા સવાલના જવાબમાં અમેરિકી પ્રમુખે કહ્યું કે જો બધું બરાબર રહેશે, તો તે થોડા અઠવાડિયામાં થઈ જશે. જો વસ્તુઓ ખૂબ ખરાબ રીતે જશે, તો તે થશે નહીં. તે ખૂબ જ દુઃખદ હશે. તે એક શક્યતા છે. રશિયા યુક્રેનને સફળ બનાવવા માંગે છે. તે થોડું વિચિત્ર લાગશે. પરંતુ મેં રાષ્ટ્રપતિને સમજાવ્યું કે રાષ્ટ્રપતિ પુતિન યુક્રેનની સફળતા માટે ખૂબ જ ઉદાર હતા, જેમાં ખૂબ જ ઓછી કિંમતે ઊર્જા, વીજળી અને અન્ય વસ્તુઓ પૂરી પાડવાનો સમાવેશ થાય છે. તેથી, આજે તે વાતચીતમાંથી ઘણી સકારાત્મક બાબતો બહાર આવી છે.
20 મુદા પર સર્વ સંમતી સધાઈ,સુરક્ષા ગેરંટી પણ લગભગ અંતિમ સ્વરૂપ પામી
ફ્લોરિડામાં તેમના માર-એ-લાગો નિવાસસ્થાને ઝેલેન્સ્કી સાથે મુલાકાત પછી, ટ્રમ્પે બેઠકને અત્યંત સકારાત્મક અને ઉત્પાદક ગણાવી. "અમે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી. મને લાગે છે કે અમે ખૂબ નજીક છીએ, કદાચ ખૂબ નજીક," ટ્રમ્પે કહ્યું. જોકે, તેમણે ઉમેર્યું કે તેમણે શાંતિ પ્રક્રિયા માટે કોઈ સમયમર્યાદા નક્કી કરી નથી..
ઝેલેન્સકીએ જણાવ્યું કે 20-મુદ્દાની શાંતિ યોજનાના લગભગ 90% પર સંમતિ થઈ ગઈ છે, જ્યારે યુએસ અને યુક્રેન વચ્ચે સુરક્ષા ગેરંટી, જે કિવની સૌથી મહત્વપૂર્ણ માંગણીઓમાંની એક છે, લગભગ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે યુક્રેન અને યુરોપના પ્રતિનિધિમંડળો તકનીકી સ્તરે શાંતિ યોજનાના બાકીના મુદ્દાઓ પર કામ કરવાનું ચાલુ રાખશે. ચર્ચા કરાયેલા તમામ મુદ્દાઓને અંતિમ સ્વરૂપ આપવા માટે આ પ્રતિનિધિઓ આગામી અઠવાડિયામાં મળશે. ઝેલેન્સકીએ એમ પણ કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પોતે જાન્યુઆરીમાં વોશિંગ્ટનમાં વધુ વાટાઘાટોનું આયોજન કરશે.
ટ્રમ્પે સંકેત આપ્યો કે શાંતિ કરારમાં સુરક્ષા વ્યવસ્થા હવે સૌથી મોટી સમસ્યા નથી અને આ મોરચે નોંધપાત્ર પ્રમાણમાં કરાર થયો છે. જો કે, પૂર્વી યુક્રેનના વિસ્તારો પર જમીન અને પ્રાદેશિક વિવાદો એક એવો મુદ્દો છે જેને અંતિમ સ્વરૂપ આપવાનું બાકી છે.
ડોનબાસ મુદ્દા પર કોઈ કરાર ન થયો
પૂર્વી યુક્રેન, ખાસ કરીને ડોનબાસ પર હજુ સુધી સહમતિ ન થઈ હોય તેવા મુદ્દાઓમાંથી એક. જ્યારે પૂછવામાં આવ્યું કે શું આ ક્ષેત્રમાં મુક્ત વેપાર ક્ષેત્ર સ્થાપિત કરવા પર કોઈ કરાર થયો છે, ત્યારે ટ્રમ્પે કહ્યું કે આ મુદ્દો વણઉકેલાયેલ રહે છે.તેમણે કહ્યું, "તે વણઉકેલાયેલ છે, પરંતુ તે સમાધાનની ખૂબ નજીક છે. ટ્રમ્પે યુક્રેનના પૂર્વી ડોનબાસ ક્ષેત્રના ભવિષ્ય વિશે અનિશ્ચિતતા સ્વીકારી. ઝેલેન્સકીએ પુનરોચ્ચાર કર્યો કે યુક્રેનિયન લોકોએ આખરે આ પ્રશ્નનો જવાબ આપવો પડશે. તેમણે કહ્યું કે શાંતિ યોજનાના કોઈપણ મુદ્દા માટે લોકમતનો ઉપયોગ કરી શકાય છે. તેમણે સંસદીય ભાગીદારીની શક્યતા પણ ખુલ્લી છોડી દીધી.
ડોનબાસ પરના પ્રશ્નોના જવાબમાં, ઝેલેન્સકીએ કહ્યું, "યુક્રેનનું વલણ મક્કમ છે. અમે જે જમીન પર નિયંત્રણ રાખીએ છીએ તેનું અમે સન્માન કરીએ છીએ.
ડોનબાસ યુક્રેનનો એક પ્રદેશ છે જેમાં ડોનેટ્સક અને લુહાન્સ્કનો સમાવેશ થાય છે. રશિયાએ માંગ કરી છે કે યુક્રેન આ પ્રદેશ સોંપે, જેની માંગણી કિવ લાંબા સમયથી અસંમત છે.