ઊના નવા બંદર મરીન પોલીસ સ્ટેશન એ કાર માંથી ઈંગ્લીશ દારૂની બોટલો પકડી લીધી
ઊના નવા બંદર મરીન પોલીસ સ્ટેશન એ કાર માંથી ઈંગ્લીશ દારૂની બોટલો પકડી લીધી
August 27, 2026 10:01 AM
ઊના: નવાબંદર મરીન પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેકટર જે. જે. પરમાર પોલીસ હેડ કોન્સ્ટેબલ પાંચાભાઈ પી. બાંભણિયા અને વિજય ભાઈ દુદાભાઈ ચૌહાણ સ્ટાફ સાથે પેટ્રોલિંગ માં હતા ત્યારે તડ ચેક પોસ્ટ આગળ દીવ તરફ થી આવતી મારૂતિ ફ્રન્ટી મોટર નંબર GJ 23 A 7528 રોકાવી તપાસ કરતા મોટર કાર ની ડેકી નીચે તેમજ દરવાજા ની સાઇડ માં ચોર ખાના બનાવી તેમાં છુપાવેલ પર પ્રાંત ની ઈંગ્લીશ દારૂ ની જુદી જુદી બ્રાન્ડ ની બોટલો નંગ 40 રૂપિયા 10924/ ને મોટર ની કિંમત 20000/મળી કુલ રૂપિયા 35924/ ના મુદામાલ સાથે જુનાગઢ ઇવનગર માં રહેતો ભનજી રાજાભાઈ રાવણીયા ને પકડી નવાબંદર મરીન પોલીસ સ્ટેશન લાવી ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.