ઉના: હથિયારો સાથે સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ કરનાર બે ઝડપાયા
ઉના: હથિયારો સાથે સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ કરનાર બે ઝડપાયા
July 27, 2026 05:22 AM
ઉના પોલીસ મથકના પીઆઈ કે.આઇ. જાડેજા દ્વારા સોશિયલ મીડિયામાં ખુલ્લી તલવાર અને ખુલ્લી છરી સાથે બે યુવાનો એ ફોટા વાયરલ કર્યા હોય તેને પકડવા સૂચના આપતા હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ, સુનિલભાઈએ માહિતી મેળવી ઉનાના માલીવાડા માં રહેતા મહમદ નહિમ મહમદ રફે કાદરી (ઉ.વ. ૩૦)નો હોવાનું માલુમ પડતા તેને તલવાર સાથે તેમજ ઉપલારહીમ નગરમાં રહેતો નદીમ સિદિકભાઈ કાતરિયા (ઉ.વ.૨૦) ને છરી સાથે પકડી પાડી ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર ના હથિયાર બંધી ના જાહેર નામા નો ભંગ નો ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.